મોરબી સર્વે સનાતન હિંદુ સમાજના નેજા હેઠળ,રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત આગામી તારીખ 30- 3 -2023 ના મોરબી ખાતે રામ જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે એક અગત્યની મીટીંગ રાખવામાં આવી

મોરબી, આરીફ દીવાન :-

મોરબી સર્વે સનાતન હિંદુ સમાજના નેજા હેઠળ, રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત આગામી તારીખ 30- 3 -2023 ના મોરબી ખાતે રામ જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ના આયોજનના ભાગરૂપે એક અગત્યની મીટીંગ રાખવામાં આવેલી છે,
સ્થળ:- લોહાણા વિદ્યાર્થી ભવન, રામ ચોક પાસે, મોરબી નાગરિક બેંક ની સામે,સમય :- સાંજે 9:00 કલાકે રવિવાર
નોંધ :- મીટીંગ પૂર્ણ થયા પછી અલ્પાહાર સાથે લઈશું…

જેમાં આપ સૌને હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે
આવો આપણે સૌ સાથે મળીને આ શોભા યાત્રાને ભવ્યથી ભવ્ય બનાવીએ અને એક નવો સંકલ્પ લઈએ.
(1)મોરબી શહેરના તમામ મંદિરના પૂજારીઓ અને સાધુ સંતો.
(2) મોરબી શહેરની તમામ ભગિની સંસ્થાઓના પ્રમુખો અને તેમની કમિટી સભ્યો.
(3) મોરબીના તમામ ગણપતિ ઉત્સવ ના આયોજકો અને તેમની ટીમ.
(4) મોરબીની તમામ ગરબીના સંચાલકો પ્રમુખો અને તેમના કાર્યકર્તાઓ.
(5) મોરબીના દરેક સમાજના પ્રમુખો અગ્રણીઓ અને તેમની કમિટીઓ.
(6) મોરબીના સિરામિક ઉદ્યોગ એસોસિએશન,જ્વેલરી એસોસિએશન, કરિયાણા એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, મેડિકલ એસોસિએશન, ડોક્ટરે એસોસિએશન,વાસણ એસોસિએશન, ક્લોથ એસોસિએશન, બુટ ચપ્પલ એસોસિએશન, પાન બીડી તંબાકુ એસોસિએશન,વગેરે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here