આજે રાતથી ડભોઇ સહિત રાજ્યભરમાં એસ.ટી દ્વારા ચક્કા જામ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગુજરાત એસ.ટી. વિભાગના એક નિર્ણયના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવશે. મળતી વિગતો અનુસાર આજે રાતથી તમામ એસ.ટી. કર્મચારીઓએ હળતાલનું એલાન કર્યું છે. જેના કારણે 20 ઓક્ટોબરની મધરાતથી જ રાજ્યની તમામ એસ.ટી. બસના પૈડાં થંભી જશે. ઉલ્લેખનીય છે કે પોતાની પડતર માંગને લઈને આજે ડભોઇના એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવર, કંડકટર સાથે ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આજે રાત 12 વાગ્યા થી કર્મચારીઓ અચોક્કસ મુદતની હળતાલ ઉપર એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓના 20 જેટલા પડતર પ્રશ્નોને લઈને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા ડભોઇ એસ.ટી. ડેપોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આજે મધ્ય રાત્રીથી રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેનું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજુર મહાજન), ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ (ઈન્ટુક) અને ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ જેવા ગુજરાત એસ.ટી. ના સંગઠનોનું આ સંયુક્ત આંદોલન છે.
20 મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન જાહેર કર્યું હતું.
એસ.ટી વિભાગના કર્મચારીઓની 20 મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હળતાલ અચોક્કસ મુદત સુધી રહેશે. આ અગાઉ પણ એસ.ટી. ના કર્મચારીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નોને લઈને તેઓ દ્વારા સરકાર સમક્ષ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના પર સરકારનો કોઈ નિર્ણય ન આવતા હવે એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આવતી કાલથી તમામ એસ.ટી બસો બંધ રહેશે. ગુજરાત એસ.ટી વિભાગનો આ નિર્ણય લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે. રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરોને તહેવારના સમયે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં આ આંદોલનના કારણે ડભોઇ ડિવિઝનને એક જ દિવસમાં અંદાજીત રૂપિયા ૩,૦૦,૦૦૦ લાખનું નુકશાન થશે. સાથે સત્તાધીશ અધિકારીએ જણાવ્યું હતું કે આ જાડી ચામડીની સરકાર ક્યારે અમારા નિગમનું સાંભળશે ? સાથે જ ડભોઇ ડિવિઝન ના હજારો મુસાફરો હળતાલના કારણે એક જ દિવસમાં મુસીબતમાં મુકાઈ શકે છે. એસ.ટી. વિભાગ અને સરકાર વચ્ચેની આ જંગમાં સામાન્ય માણસને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here