દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે ગુજરાત ભરના શ્રદ્ધાળુઓ તેમના પિતૃઓના તર્પણ તેમજ પિંડદાન શ્રાદ્ધ કરવામાટે ઉમટી પડ્યા….

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃઓને અદા કરવાનું એટલે કે શ્રાદ્ધ પર્વ એમાં પણ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર તરીકે પુરા ભારતભરમાં ઓળખાતું વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ કે જેનું બીજું નામ કાશી કહેવાતું હોય છે ત્યાં પિતૃઓનું ઋણ અદા કરવા માટે પુરા ભારત ભરમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે અને શ્રાદ્ધ પર્વ ઉજવી ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે આજે સર્વ પિતૃ અમાસ હોય તેને લઈને શ્રદ્ધાળુઓ તેમના પિતૃઓના મોક્ષ માટે તર્પણ, પિંડદાન કરવા આવ્યા હતા ભાદરવા સુદ એકમ થી લઈને અમાસ સુધી શ્રાદ્ધ પર્વ કહેવાય છે ભારત ભર માંથી યાત્રાધામ ચાંદોદ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળ્યો વહેલી સવારથી જ પોતાના પિતૃની શાંતિ આપવા માટે લોકો આવતા હોય છે જેને લઇ યાત્રાધામ ચાંદોદ ના કર્મકાંડી બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃઓનું તર્પણ તેમજ પિંડદાન કરાવે છે આમ શાસ્ત્રોની જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે શ્રાદ્ધ ચંદ્રિક અનુસાર શ્રાદ્ધ વિધિ ને બીજો કોઈ કલ્યાણકારી વસ્તુ નથી મનુષ્ય શ્રાદ્ધ પૂર્વજો પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ હિન્દુ ધર્મમાં કહેવાય છે કે આપણું અસ્તિત્વ જેના કારણે છે તેઓના પ્રત્યે પ્રેમ અદા કરવાનું કર્તવ્ય એટલે શ્રાદ્ધપક્ષ માતૃ અને પિતૃદેવો ભવ ની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલી મા તેઓના અગણિત પુકારો ની સ્મૃતિ અને અમર રાખવા માટે આપના સાસોમાં શ્રાદ્ધ પક્ષ અને મહત્વ આપવામાં આવે છે જેથી જ આ પર્વ દરમિયાન પુરા ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ચાંદોદ આવી પહોંચે છે કહેવાય છે કે ઉત્તરમાં હરિદ્વાર નું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ દક્ષિણમાં આવેલ ચાંદોદ માં નર્મદા કિનારે આવેલ ત્રિવેણી સંગમ નું મહત્વ છે જેમાં નર્મદા,ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી એમ ત્રણ નદીનો મિલનને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે શ્રાદ્ધ પક્ષના પિંડ અને તર્પણ નર્મદા કિનારે કરવાથી પિતૃઓને શાંતિ મળે છે હાલ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય છે જેમાં અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ માટે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે નર્મદા નદી માં સ્નાન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here