તેજગઢ ખાતે આંતર વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આદિજાતિ વિકાસ વિભાગની ટીમ રનર્સઅપ રહી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સ્પોર્ટ્સ એન્ડ રિકેઇશન ક્લબ છોટાઉદેપુર દ્વારા જે આંતર વહીવટી પાંખ નું રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તેજગઢ ખાતે તેજગઢ પંચાયત ગ્રાઉન્ડ પર કરવામાં આવેલ હતું જેનું આજરોજ સમાપન સમારંભ કરવામાં આવ્યું હતું. જેમાં ટુર્નામેન્ટના સમાપન સમારંભમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, સાંસદ સભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબ શ્રી, જિલ્લાના વિરોધ પક્ષના નેતા શ્રી, જિલ્લા ભાજપના યુવા નેતા શ્રી,તેજગઢ ગામ ના સરપંચ શ્રી, તથા તમામ વહીવટી પાંખ ની ટીમના ક્રિકેટર હાજરી આપી હતી. જેમાં નિમિષાબેન સુથારે પોતાના ભાષણમાં રમત-ગમતમાં આગળ વધી યુવાનોને દેશનું નામ રોશન કરવાની વાત કરી હતી. સદર ટુર્નામેન્ટમાં સતત બે વર્ષથી વિજેતા જિલ્લા પંચાયતની ટીમ આ વર્ષે પણ આદિજાતિ ખાતા ની ટીમને હરાવીને ત્રીજી વખત વિજેતા બની હતી. પરંતુ જિલ્લા પંચાયતની ટીમે પોતાની ટીમમાં આરોગ્ય ખાતાના ખેલાડીઓને પણ રમાડતા આરોગ્ય ખાતાના ખેલાડીઓનો સહારો કેમ લેવો પડ્યો તે વાત પ્રેક્ષકોમાં ચર્ચાનો વિષય બની હતી. નિમીશાબેન ત થા ગીતાબેન રાઠવાના હસ્તે આદિજાતિ ખાતાના જાવેદ મેન્ડીસ ને બેસ્ટ બોલર, જિલ્લા પંચાયતના ખેલાડી મિરાજ ને મેન ઓફ ધી ટુર્નામેન્ટ, સંજયભાઈ ને બેસ્ટ ઓલ રાઉન્ડર વગેરે જેવા ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ નિમિષાબેન સુથાર, ગીતાબેન રાઠવા તથા કલેકટર મેડમે પોતે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જઈ બેટિંગ તથા બોલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here