તિલકવાડા નગરની પ્રાથમિક શાળા ખાતે તાલુકા શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ… એકતા પેનલનો ભવ્ય વિજય

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

તીલકવાળા નગરની પ્રાથમિક શાળા ખાતે તાલુકા શિક્ષક સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકતા પેનલના સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે સામા પક્ષે સહકાર પેનલના સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી કુલ ૧૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તિલકવાડા નગરની પ્રાથમિક શાળા ખાતે 12:30 થી 4:30 કલાક સુધી ત્રણ પોલિંગ બુથ બનાવી ને મતદાન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 350 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

તિલકવાડા નગરની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી શિક્ષક સંઘની ચૂંટણીમાં એકતા પેનલના દરેક ઉમેદવારો વિજયી થયા હતા જેમાં (1) પ્રમુખ તરીકે 205 મત સાથે કનુભાઈ ગઢવી વિજય થયા હતા (2) ઉપપ્રમુખ તરીકે 195 મત સાથે ગોપાલભાઈ પરમાર વિજય થયા હતા (3) મંત્રી તરીકે 197 મત સાથે મયુરભાઈ દરજી વિજય થયા હતા (4)સહમંત્રી તરીકે 198 મત સાથે રમેશચંદ્ર પટેલ થયા હતા (5) ખજાનચી તરીકે 186 મત સાથે યોગેશકુમાર પંચાલ થયા હતા (6) સંગઠન મંત્રી તરીકે 222 મત સાથે મહેન્દ્રસિંહ ચૌહાણ વિજય થયા હતા અને (7) પ્રચાર મંત્રી તરીકે હિતેન્દ્રસિંહ જાદવ 204 મત સાથે વિજયી થયા હતા આમ તિલકવાડા નગરની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી તાલુકા સંઘની ચૂંટણીમાં એકતા પેનલનો ભવ્ય વિજય થતાં દરેક કાર્યકર્તાઓ મા આનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરિણામ જાહેર થતા વિજય ઉમેદવારો ને કાર્યકર્તાઓએ ફૂલ હાર પહેરાવી મીઠાઈ ખવડાવી ને અભિનંદન પાઠવ્યા હતા.

ચૂંટણી કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન ની કામગીરી શાંતિ પૂર્ણ સંપન્ન થાય તે માટે તિલકવાડા પોલીસ દ્વારા કડક પોલોસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જેમાં શાંતિપૂર્ણ માહોલ માં ચૂંટણી ની કામગીરી સંપન્ન થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here