જામ ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીમાં તલાટી મંડળના પ્રમુખએ પત્રકાર સામે ગેરવર્તન કરીને આપી ખુલ્લી ઘમકી…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ખંભાળિયા માં તાલુકા પંચાયત કચેરી મા તલાટી કમ મંત્રી મંડળ ના પ્રમુખ કેહવાતા એવાં પ્રભાત વીજોંણા ની દાદાગીરી સામે આવી છે અને તેના દર્શ્યો કેમેરા માં થયા કેદ.. ત્યારે પોતાના નાં પ્રમૂખ પદ નાં પાવર નાં નસા માં ભાન ભૂલી ચૂક્યા અને સમાચાર ટુડે દૈનીક અખબાર નાં પત્રકાર મુસ્તુફા. ડી.સુમરા સામે ગેરવર્તન કરી ને કહ્યું કે તમારે જે કરવુ હોઇ એ કરી લો અને જેને બોલાવવા હોઇ એને બોલાવી લો ભાયડો આયા એકલો જ બેઠો છે આમ મવાલીઓ જેવી ભાષા નો ઉપયોગ કરી રહ્યા છે અને પત્રકારો ને ધમકી આપી રહ્યા છે અને પ્રભાત વીજોંણા એ એવું પણ કહ્યું કે તાલુકા પંચાયત કચેરી મારી છે મને પૂછવા સિવાય અંદર આવવું નહીં અને જો હવે મને પૂછવા સિવાય અંદર આવીશ તો મજા નહીં આવે તો શું પ્રભાત વીજોંણા તાલુકા પંચાયત ને પોતાની જાગીર સમજે છે અને પત્રકાર સામે આવી વાત કરે છે તો બીજા અરજદારો ની તો શું હાલત થતી હસે તેનું તમે અંદાજ લગાડી સકો છો. અને હા અવાર નવાર પત્રકારો નો અવાજ દબાવવા માટે પણ આવા ઘણા તત્ત્વો ઉપડી પડતા હોય છે પણ આવા તત્વો ને હુ એટલું જરૂર કહેવા માંગીશ કે તમારાં આવા પ્રયાસો થી અમારું આવાજ દબાવાનો નથી અમે પ્રજા ના પ્રશ્નો સરકાર સુઘી અને સરકારના કાર્યો પ્રજા સુધી પહોચાડી રહ્યાં છીએ એ તો કરીશું જ અને હા હું તો બોલીશજ કેમકે હું પત્રકાર છું હું સવતંત્ર છું હું… પત્રકાર છું…. અને હા આટલું જરૂર યાદ રાખજો કે તમારાં જેવા ભાન ભેલેલા સાંઢ ની સાન ઠેકાણે લાવતા મિડીયા ને ખુબજ સારી રીતે આવડે છે. બાકી તમારાં પાપ છુપાવવા માટે ગમે તેટલા પ્રયત્નો કરી લ્યો પણ એક દિવસ પાપ ની ઘડો ભરાઈ જશે ત્યારે બધું સામે આવી જાશે.

અને હા તેમને જણાવી દવ કે પત્રકાર મુસ્તુફા. ડી. સુમરા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ કામસર ગયેલ હતા ત્યાં તલાટી કમ મંત્રી પાઠક ભાઈ સાથે નાનમાંધા ગૌચર જમીન દબાણ નાં પ્રશ્નને લઈને વાતચીત કરતાં હતા એટલા માં તો બિન બુલાયે મહેમાન ની જેમ વચ્ચે આ સાહેબ ખાબકી પડ્યા ત્યારે એવો સવાલ ઉઠી રહયો છે કે પ્રભાત વીજોંણા શું કાઈ એના મન ને સાબિત કરવા માંગતા હતા કે આ પ્રશ્ન ને દબાવવા માંડતા હતા અને હા ખંભાળિયામાં પત્રકારો સાથે ગેરવર્તન અને ખુલ્લી ધમકી આપતા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ જેવા ગુંડા તત્વો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે શું તે હાલ ચર્ચા નો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here