તિલકવાડાના અલવા ગામેથી એક જ રાતમાં 8 જેટલા ટ્રેક્ટરની બેટરી ચોરી થતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

તિલકવાડા તાલુકાના અલુવા ગામે ગત રોજ રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમો ગામ ના અલગ અલગ વિસ્તારમાંથી 8 જેટલા ટ્રેક્ટરની બેટરી ઓ ચોરી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે સાથે જ કોરોનાની મહામારી ચાલી રહી છે કોરોના પ્રકોપને કારણે ખેડૂતો પાયમાલ બનવાની કગર ઉપર આવીને ઊભા રહ્યા છે તેવા સમયમાં એક સાથે એક જ ગામમાંથી 8 જેટલા ટ્રેક્ટરની બેટરી ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલમાં ખેતી માટે ટ્રેકટર ની ખાસ જરૂરિયાત હોઈ પરંતુ કોરોના મહામારી ને કારણે ખેડૂતો પાસે ખેતી કરવા માટે પણ પૂરતા પૈસા ન હોઈ ત્યારે અવામાં ટ્રેકટર ની બેટરોઓ ચોરાઈ જતા ખેડૂતો ભારે મુંઝવણ માં મુકાય છે ગામ ના ખેડૂતો દ્વારા અજાણ્યા ચોર ઇસમોને ઝડપી પાડી કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સદર ઘટના ની જાણ તિલકવાડા પોલીસ ને થતા તિલકવાડા પોલીસ ના P.S.I એમ બી વસાવા પોતાની સાથે A.S.I બળવંતભાઈ A.S.I જીતેન્દ્રભાઈ પો.કો મહેશભાઈ સહિત અન્ય પોલીસ કર્મીઓ સાથે તત્કાલ અલ્વા ગામે ઘટના સ્થળે પહોંચી ને સમગ્ર ઘટના ની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને અજાણ્યા ચોર ઈસમો ને ઝડપી પાડવા માટે ચારે દિશા માં ચક્રો ગતિ માં કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here