બેન્ક, દુકાન, હોસ્પિટલો સહિતની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાત

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલ્કત સંબંધી ગુનાઓ જેવા કે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુટ ધાડ જેવા ગુના બનતા હોય છે જેથી જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ગૂનાઓ નિવારવા, ગુનાઓશોધવા, તથા ઇન્વેરીગેશનમાં ઉપયોગી અને મહત્ત્વની કડી બને છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી.ભગત GAS તેમને
મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લાની નીચે મુજબની જગ્યાએસીસીટીવી ગોઠવવા જાહેનામું બહાર પાડી હુકમ કર્યો છે. જ્વેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો સરકારી તથા ખાનગી બેન્કો એ.ટી.એમ ખાનગી હોસ્પિટલો, અગડિયા પેઢી, શોપિંગ કોમ્પ્લેક્ષ થિયેટર્સ કોમર્શિયલ સેન્દ્ર ઉપર સિકયુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. તેમજ જગ્યાઓના પાર્કિંગ, ભોંયરૂં તમામે માળ પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી. જેમાં ઇમેજ- કલર, ઇમેજ સેન્સર ૧/૩ મિનિમમ સપોર્ટ TCP/IP And remote monitoring, resolution-600 TVL Minimum compression-H264/MJPEG, System data storage-15 days minimum, with back light compensation and night vision capability વાળા સીસીટીવી કેમેરા ગોઠવવા. ૧૦ થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતા રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ/લોજીગ બોર્ડીંગ ધર્મશાળા, અતિથિગૃહ /વિશ્રમગૃહ/પેટ્રોલપંપ બહુમાળી બિલ્ડીંગ પાવરહાઉસ વિગેરે સ્થળો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવા તથા ઉપર દર્શાવેલ જગ્યામાં પ્રવેશ થતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તથા ગાડીઓના નંબર પણ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવાની રહેશે સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગની જાળવણી દિન ૩૦ સુધી સંગ્રહ કરવી. હોટલ/ધર્મશાળા હાઉસ વિગેરે જગ્યાએ મુસાફરોની જરૂરી આઇ.ડી, એડ્રેસ, મુલાકાતનું કારણ તથા ખાનગી વાહનના રજીસ્ટ્રેશન નંબરોની રદ્રમાં નોંધ કરી મુસાફરોને ઉતારો આપવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here