તિલકવાડા કે એમ શાહ હાઈસ્કૂલના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં 289 કર્મીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ

નર્મદા જિલ્લામાં તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવાર રોજ યોજાનારી જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અન્વયે તિલકવાડા જિલ્લા / તાલુકા પંચાયત ચૂંટણીના દિવસે ફરજ ઉપર તૈનાત થનાર અધિકારીઓ / કર્મચારીઓ પણ રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચુંટણી અધિકારી બી એ આશારી અને તિલકવાડા મામલતદાર આર જે ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા વિકાસ અધિકારી આર આર બરજોડે ની નિગરાની માં આજે તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે ઉભા કરાયેલા ફેસીલીટેશન સેન્ટર માં યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં 289 જેટલા કર્મચારીઓએ ઉત્સાભેર મતદાન કરતા 81.86 ટકા મતદાન નોંધાયું હતું.

શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે જિલ્લા / તાલુકા પંચાયત ના ચૂંટણી અધિકારી બી એ આશારી અને તિલકવાડા તાલુકા મામલતદાર આર જે ચૌહાણ ની ઉપસ્થિતિ અને નિરિક્ષણ હેઠળ પોસ્ટલ બેલેટના મતદાન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે તિલકવાડા મામલતદાર આર જે ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લા / તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અંતર્ગત મતદાનના દિવસે ચૂંટણી ફરજ ઉપરના સરકારી કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન માટે મંળેલી 353 જેટલી અરજીઓમાં હોમગાર્ડ્ઝ, પોલીસ જવાનો સહિતના સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને આ તમામ માટે આજે પોસ્ટલ બેલેટથી યોજાયેલા આ મતદાનમાં 289 કર્મચારીઓએ ભાગ લઇને મતદાન કરતા, 81.86 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કોઇપણ પોસ્ટલ બેલેટ ઇનવેલીડ ન થાય તે માટે પૂરતી તકેદારી રખાઇ છે. આજના આ પોસ્ટલ બેલેટના મતદાનમાં જિલ્લા / તાલુકા પંચાયત ના ઉમેદવારોને પણ ઉપસ્થિત રખાયાં હતા. સ્થળ ઉપર કોવિડ-૧૯ માર્ગદર્શિકા મુજબ મેડીકલ ટીમ, થર્મલ ગન, સેનીટાઇઝેશની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here