માંગરોળ તાલુકાના નગીચાણા ગામની પે.સેન્ટર શાળાના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફની પ્રસંસનીય કામગીરીને ગ્રામ્યજનોએ બિરદાવી…

માંગરોળ,(જુનાગઢ)
વસીમખાન બેલીમ

ખાનગી શાળા છોડી 40 વિદ્યાર્થીઓએ નગીચાણા ગામની પે.સેન્ટર શાળામાં એડમિશન લીધું

માંગરોળ તાલુકાના નગીચાણા ગામ માં આવેલ સરકારી શાળામાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે પે.સેન્ટર શાળાના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફની પ્રશંસનીય કામગીરી ને સૌ કોઈ બિરદાવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળના નગીચાણા ગામ માં આવેલ પે.સેન્ટર શાળા માં ગુણવત્તાસભર શિક્ષણ વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવી રહ્યું છે હાલ કોરોનાવાયરસ ની મહામારી ના પગલે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને પેસેન્ટર શાળા ના પ્રિન્સિપાલ દિલીપભાઈ નંદાણીયા દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે અનેક પ્રયાસો કરાય છે ત્યારે આ શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણની સાથોસાથ રમત ગમત સહિતની ઇતર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે તે માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે શાળાનું ગ્રાઉન્ડ ખાનગી શાળાઓને ટક્કર મારે એવું બનાવવામાં આવી રહ્યું છે આ પે.સેન્ટર શાળાના કેમ્પસમાં પ્રવેશ કરતાં જાણે કોઈ સરકારી શાળા નહીં પરંતુ ખાનગી શાળા હોય તેવું લાગી રહ્યું છે આ સરકારી શાળામાં અનેકવિધ વૃક્ષોના છોડ અને આયુર્વેદિક રોપા ઉછેરવાની કામગીરી સતત ચાલું છે તેમજ કુદરતી વાતાવરણમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે હાલ કોરોનાવાયરસ ની મહામારી માં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા છે ત્યારે માંગરોળ થી દુર આવેલ નગીચાણા ગામ ની પે.સેન્ટર શાળા માં શહેરમાંથી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ખાનગી શાળાઓ છોડી વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ નગીચાણા પે.સેન્ટર શાળામાં પ્રવેશ મેળવવા પ્રાથમિકતા આપી રહ્યાં છે. આ સરકારી શાળાના પ્રિન્સિપાલ દિલીપભાઈ નંદાણીયા, વિજયભાઈ પીઠવા, દેવરાજ ભાઈ ભરડા, કરસનભાઈ કચોટ, પ્રવિણાબેન વાઢીયા, રીનાબહેન પરસાણીયા, ડિમ્પલબેન ફડદુ, રેખાબહેન ડેર આ સમગ્ર સ્ટાફ ની જાહેમત રંગ લાવી છે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા હોવાથી શાળાના સ્ટાફની સરાહનીય કામગીરી ને ધ્યાને લઈ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here