તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી…

એકતા નગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના મહેસુસ થઇ છે,આવો અનુભવ અન્ય કોઇ જગ્યાએ થયો નથી – ડૉ. એમ.માથીવેન્થન, પ્રવાસન મંત્રી – તમિલનાડુ

તમિલનાડુ સરકારના પ્રવાસન મંત્રી ડૉ. એમ.માથીવેન્થને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં મુકવામાં આવેલ એક-એક કદમમાં દેશભક્તિની ભાવના મહેસુસ થઇ છે,આવો અનુભવ અન્ય કોઇ જગ્યાએ થયો નથી તેમ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતું.

ડૉ.એમ. માથીવેન્થને ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ એકઝીબીશનમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
ડૉ. એમ.માથીવેન્થને સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા, પ્રથમવાર મુલાકાત કરી અને અનુભવ ઘણો જ સુખદ રહ્યો, સરદાર સાહેબે પોતાનું જીવન આઝાદી અપાવવામાં ખપાવી દીધુ અને દેશને એકજુટ કરવા માટે ખુબ જ ઉમદા પ્રયાસો કર્યા હતા અને તેનું આબેહુબ વર્ણન પ્રદર્શનમાં કરવામાં આવ્યુ છે. આવનાર પેઢી માટે સરદાર સાહેબના જીવન અને તેમના કાર્યો વિશે સમજાવવુ ઘણુ જ અગત્યનું છે.મુલાકાત દરમ્યાન વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો પણ નિહાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here