ડીસા રૂરલ પોલીસે ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૬(૨),૪૩૬, મુજબના કામે સી.આર.પી.સી કલમ-૭૦ મુજબના આરોપીને પકડી પાડ્યો…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક, બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી ડૉ. કુશલ આર ઓઝા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓએ અગામી વિધાનસભા સામાન્ય ચુંટણીને ધ્યાનમાં રાખી નાસતા-ફરતાં આરોપીઓને પકડવા સારૂ કડક સુચના કરતા..

શ્રી એસ.એમ.પટણી પો.ઇન્સ. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ ડીસા રૂરલ પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં-૧૧૧૯૫૦૧૯૨૨૦૨૯૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૬(૨),૪૩૬, મુજબના કામે હકીકત એવી છે કે તે એવી રીતે કે તા-૨૦/૦૪/૨૦૨૨ ક:૨૦/૦૦ ના સુમારે આ કામના ફરીયાદી બેનને આ કામના ત્હોદાર રમેશભાઇ રૂપાભાઇ જાતે.વણકર(રોંગી) રહે.ધનાવાડા તા.ડીસા વાળાએ ગડદા પાટુનો માર મારી ઘરેથી કાઠી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી.બેનના રહેણાંક ઘરમાં આગ લાગવાથી ઘરની અંદર પડેલ ઘર વખરીનો સર-સામાન બાળી નુકશાન કરી નાસી જઇ ગુનો કરેલ હોઇ જે બાબતે ઉપરોકત નંબર કલમથી ગુનો રજી.કરવામા આવેલ અને આ કામેના આરોપી ગુનો કરી નાસતા-ફરતા હોઇ જેથી નામદાર ડીસા કોર્ટ સી.આર.પી.સી કલમ-૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોઇ જે ગુનાના કામના આરોપીને આજરોજ પકડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here