ડીસા જી.એસ.ટી માં વધારો થતાં કાપડ અને ગારમેન્ટનાં વેપારીઓની હાલત કફોડી… આવેદનપત્ર આપ્યું…!

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સરકાર દ્વારા ગારમેન્ટ માં પાંચટકા થી વધારી ૧૨ ટકા કરવામાં આવતા વેપારી ઓની હાલત કફોડી બની છે ગારમેન્ટ અને કાપડ એશોશિયન દ્વારા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે જીએસટી વધારો પાછો ખેંચવા માંગ કરી છે .હાલના કોરોનાના સમયમાં ભારતની પ્રજાને તથા ગુજરાતની પ્રજાને આર્થિક ભયંકર મંદીમાં ધંધા રોજગાર ચાલતા હોઈ હાલના તબક્કે જો જી.એસ.ટી.નો વધારો કરવામાં આવે તો નાના વેપારીઓ તથા ગરીબ પ્રજાની હાલત ખૂબજ ખરાબ થાય તેમ છે. હાલમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે, રોટી, કપડા ઔર મકાન ની પૂર્તતા કરવા પણ હાલમાં ભારતની પ્રજાની હાલત નથી. કારણ કે સને ર૦ર૦ તથા સને ૨૦૨૧ માં લોકડાઉનના કારણે નાના અને ગરીબ વર્ગના માણસોને કોઈપણ જાતની રોજગારી મળેલ નથી અને હાલમાં જો જી.એસ.ટી.માં વધારો કરવામાં આવે તો તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબજ ખરાબ થાય તેમ છે. હાલમાં રોજી, રોટીની પણ ખૂબજ તકલીફ છે તેમજ દેશ હાલમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી નાના વેપારીઓ તથા રીટેલરોની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોઈ તેમના કુટુંબનું ઘર ચલાવુ પણ તકલીફ પડે તેમ છે તેમજ હાલમાં કોરોના કાળમાં ઘરમાં ઘણા બિમાર થયેલ હોઈ અને તેની પાછળ આર્થિક ખર્ચા પણ વધુ થયેલ છે તેનું પણ માથે દેવુ છે તે ચુકવવા હાલમાં પરિસ્થિતિ ન હોઈ, જો જી.એસ.ટી. વધારવામાં આવે તો અમે નાના રીટેલરો તથા નાના વેપારીઓની તથા અમારા કુટુંબની પરિસ્થિતિ બહુ ખરાબ થાય તેમ છે. હાલમાં ધંધા રોજગાર પણ બહુ ઓછા છે.
આમ ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાને લઈ તથા હાલમાં એમીક્રોનનો વાયરસ પણ બહુજ ખતરનાક રીતે ભારતમાં અમદાવાદ જેવા શહેરોમાં રોજે રોજના કેશો વધી રહેલ છે તેવા સંજોગોમાં જો જી.એસ.ટી. વધારવામાં આવે તો અમારે ન છુટકે ઘર વિહોણા થવાની ફરજ પડે તેમ છે.જેથી અમારી પરીસ્થીતી ને ધ્યાનમાં રાખીને વેપારી ઓ માટે વધારો રોકવામાં આવે તેવી વેપારી વર્ગ દ્વારા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here