ડીસા આખોલ ચાર રસ્તા પર પડેલ ખાડાઓ અને ઉડતી ધૂળની ડમરીઓને લઈને ‌સથાનિક વેપારીઓ સહિત વાહનચાલકો રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો કુંભકર્ણની નિંદ્રામાં..

છેલ્લા કેટલાય ગુજરાતમાં વિકાસનાં કામોને લઈને સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ જમીની હકીકત જોતા વિકાસનાં કામોને લઈને લોકો ત્રાહિયામ‌ પુકારી ઉઠ્યા છે ત્યારે વાત કરીએ ડીસાના આખોલ હાઈવે પર ઉપરની તો છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં વરસાદ પડતાંની સાથે નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રની પોલ ખોલી નાખી હોય તેમ ચાર રસ્તામાં જ મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે આ મામલે સ્થાનિક દુકાનદારો દ્વારા અને વાહનચાલકો દ્વારા વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો ને રજુયાતો કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર અને ચુંટાયેલા પ્રતિનિધિઓનું તંત્રના પેટનું પાણી હાલતું નથી ત્યારે આખોલ ચાર રસ્તા પૈકી એક ડીસા તરફ,એક થરાદ તરફ,એક ભીલડી તરફ અને એક ધાનેરા તરફને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે ત્યારે આ હાર્દ સમા વિસ્તારમાં ચોમાસામાં વરસાદ પડતાંની સાથે નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રની પોલ ખોલી દેતાં મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે અનેક નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે સાથે સાથે ચોમાસામાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરોમાં સાફસફાઈ ના થતાં અને ભારે વરસાદ થતા આસપાસની દુકાનોમાં આ પાણી ભરાઈ જાય છે.

જેથી વેપારીઓને વારંવાર આર્થિક નુકસાન વેઠવું પડે છે. શહેરના અખોલ ચાર રસ્તાથી થરાદ હાઇવે પર થોડા સમય અગાઉ જ નવીનરોડ બનાવવામાં આવેલો છે, પરંતુ રોડ ઊંચો-નીચો હોવાથી અનેક નાના મોટા મસમોટા ખાડા જોવા મળે છે જેમાં પાણી ભરાઈને પડી રહ્યા છે જેના લીધે ગંભીર બિમારી ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે અને ખુલ્લી ગટરોમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જ્યારે આખોલ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે નંબર 27ની ગટરોનાં અનેક ઢાકણાઓ ખુલ્લી મુકવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિકો દ્વારા આજે અમારા પત્રકાર મિત્રો દ્વારા આ વિસ્તારની મુલાકાત લેતા મસમોટા ખાડા પડી જવાને કારણે દુકાનદારોએ નેશનલ હાઇવે ઓથોરિટી સામે મિડિયાના માધ્યમથી બળાપો ઠાલવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here