ડીસાની હોસ્પીટલમાં દાતાશ્રી દિનેશ અગ્રવાલે ૨૫ જેટલાં ઓક્શિજન કોન્સન્ટ્રેશન મશીન દર્દીઓની સારવાર માટે આપ્યાં

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા પ્રાંત અધિકારીશ્રી હિરેન પટેલની અપીલને પગલે દાતાશ્રી દિનેશ અગ્રવાલની તંત્રને ઓક્શિજન મશીનોની ભેટ

કોરોના વાયસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તથા આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો આગળ આવી રહ્યાં છે. ઘણાં દાતાશ્રીઓ સેવાભાવથી અનેક રીતે સહભાગી થઈ રહ્યાં છે. કોરોનાના કપરા સમયમાં દાતાઓશ્રીઓ દ્વારા દર્દીઓ માટે ભોજન, બેડ, ઓક્સિજન મશીનો સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને વિવિધ સવલતો મળી રહે તે માટે વહીવટી તંત્રની અપીલ ને ધ્યાને લઈ બનાસકાંઠા જિલ્લાના અનેક દાતાશ્રીઓ દાનની સરવાણી વહાવી રહ્યાં છે. ડીસા શહેરના અગ્રણી બિલ્ડરશ્રી દિનેશભાઈ અગ્રવાલે ડીસા પ્રાંત અધિકારીશ્રી હિરેન પટેલની અપીલને પગલે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે ડીસા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીલમાં ૨૫ જેટલાં ઓક્શિજન કોન્સન્ટ્રેશન મશીન દર્દીઓની સારવાર માટે આપ્યાં છે.

બનાસકાંઠા જિલ્લામા કલેકટરશ્રી આનંદ પટેલની આગવી પહેલ અને માર્ગદર્શનને લીધે જિલ્લા વહીવટી તંત્રની અપીલને પગલે જિલ્લા તમામ ૧૪ તાલુકામાં સેવાભાવી સંસ્થાઓ, દાતાશ્રીઓ ખૂબ જ સારો પ્રતિસાદ આપી સામેથી તંત્રને મદદ કરી રહ્યાં છે. ડીસા શહેરના દાતાશ્રી દિનેશભાઈ અગ્રવાલે સ્થાનિક વહીવટી તંત્રની જરૂરીયાત અને ડીસા પ્રાંત અધિકારીશ્રી હિરેન પટેલની અપીલને પગલે ૨૫ જેટલાં ઓક્શિજન કોન્સેન્ટ્રેશન મશીનો કોરોના દર્દીઓ માટે ભેટ ધરીને મોટી લોકસેવા કરી છે. તે બદલ ડીસા પ્રાંત અધિકારીશ્રી પટેલ અને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ડીસાના ર્ડાક્ટરો અને સ્ટાફે દાતાશ્રી દિનેશભાઈ અગ્રવાલની દિલેરી અને તેમના આ સેવાકાર્યને બિરદાવી અભિનંદન પાઠવી તાલુકાની જનતા વતી આભાર વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here