કાલોલ તાલુકાના સુલતાનપુરા ગામે રાત્રીના સમય વરસાદના કડાકા સાથે વીજળી પડતાં બે ભેંસોનું મોત…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકામાં છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે તેવા સંજોગોમાં કાલોલ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે સાંજના સમયે અચાનક કાલોલ તાલુકા પંથકમાં ચલાલી સુલતાનપુરા ગામ માં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો આવ્યો છે.કાલોલ તાલુકાના સુલતાનપુરા માં વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્તા સમગ્ર  ગામ માં રાત્રી દરમિયાન વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા બે ભેંસો ના મોત નિપજવા પામ્યા છે. મળતી માહિતી અનુસાર કાલોલ તાલુકામાં રાત્રે વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
જેમાં સુલતાનપુરા ગામે ગત રાતે બે વાગ્યે આશરે વીજળી પડતા ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ ની બે ભેંસનું મોત થયું હતું.જે આશરે ભેંસ ની કિંમત એક લાખ પંચાસ હજાર ની હતી.જેથી વીજળી પડતા ખેડૂત ને ભેંસ ખોવાનો વારો આવ્યો હતો. હાલમાં બે ભેસોના વીજળી પડતાં મોત નિપજતા સમગ્ર પંથકમાં માલધારીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કાલોલ તાલુકામાં ગાજવીજ ના પગલે અનેક પશુઓ પર વિજળી પડતા મોતને ચાલુ વર્ષે ભેટયા છે કાલોલ તાલુકા(ચલાલી) સુલતાનપુરા ગામના  ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ,તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુપાલન કરી  દુધ વેંચી ગુજરાન ચલાવી રહ્યા હતા.પાંચ ભેશો પૈકીની બે ભેંશો ઘરના આંગણે કણજી અને આબાના ઝાડ નીચે બાંધેલી હતી  રાત્રીના બે વાગે આકાશ માંથી અચાનક વીજળી પડતા બે ભેશો નું મોત થયું હતું. તેની જાણ પશુપાલક ને થતાં દુઃખની લાગણી પ્રસરી હતી.અંદાજિત મરણ પામેલ પશુ ની કિંમત એક લાખ પચાસ હજાર જેટલી પશુપાલકે જણાવી હતી કરોલી ગ્રામ પંચાયતના તલાટી અને  વેજલપુર પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતાં ત્યાર બાદ પંચોની હાજરી માં પંચનામુ  કરી વેજલપુર પોલીસ દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here