ડીસાના કંસારી હાઈવે પર આવેલ લાભ હોટલ ખાતે ડીસા તાલુકાના સરપંચોની બેઠક મળી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આ બેઠક મા સર્વ સંમતિથી ડીસા સરપંચ એસોસિએશન પ્રમુખની વરણી કરાઈ હતી

ડીસા તાલુકા સરપંચોના પ્રમુખ તરીકે રાણપુર આથમણાવાસના સરપંચ દિનેશજી ચમનજી છેપા વરણી કરાઈ જેમાં ડીસા તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જેમાં ડીસા તાલુકા ભાજપ ના પ્રમુખ ગલબાજી ઠાકોરે રાણપુર સરપંચ આથમણા વાસ દિનેશભાઈ છેપાની જાહેરાત કરી હતી
ત્યારે હાજર રહેલા સરપંચો તરફથી દિનેશભાઈ ના નામ ને વધાવી લઈ સર્વાનુંમતે ડીસા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ
જ્યારે મહામંત્રી તરીકે ભોયણ ગામના સરપંચ ની વરણી કરવામાં આવી હતી
સરપંચ એસોસિયનના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત થતા હાજર સરપંચોએ તાળીઓ ફૂલહાર સાફો તેમજ સાલ ઓઢાડીને સન્માન કરાયુ ત્યારે નવા નિમાયેલ સરપંચ એસોસિએશન ના પ્રમુખ દિનેશજી છેપાએ જણાવ્યું હતું કે તેમના ઉપર ડીસા તાલુકાના સરપંચોએ જે જવાબદારી સોંપી છે તે પૂરી કરવા માટે પોતે હર હંમેશ પ્રયત્નશીલ રહેશે.
તેમજ સરપંચો ને પડતી મુશ્કેલીઓ સરકાર સુધી લઇ જવા અને તેનુ નિવારણ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશ
તેમજ કોઈપણ સરપંચને કોઈપણ સમયે મારી જ્યાં પણ જરૂર પડે ત્યાં મને યાદ કરે હું સરપંચની સાથે રહી તેમની તકલીફો દૂર કરવા મદદરૂપ રહીશ
તેમજ ડીસા તાલુકાના સરપંચ એસોસિયન ના પ્રમુખ બનવા બદલ દિનેશજીએ તમામ સરપંચ નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here