ડિસા સર્કિટ હાઉસ ખાતે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના કાર્યકારી પ્રમુખ તરીકે દિલીપ ત્રિવેદીની નિમણુક કરવામાં આવી..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી ;-

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના પત્રકાર એકતા સંગઠન માળખું મજબૂત બનાવવા માટે ગુજરાત પત્રકાર એકતા સંગઠન પ્રદેશ પ્રમુખ શ્રી લાભૂભાઈ કાત્રોડીયા ની સુચના પ્રમાણે ગુજરાત પત્રકાર એકતા સંગઠન પ્રદેશ પ્રભારી સચિવ શ્રી ગૌરાંગ પંડયા અને પ્રદેશ અગ્રણી શ્રી અંબારામ રાવલ સાહેબ અને ઝોન 12 ના પ્રભારી હેમુભા વાઘેલા ની હાજરી માં ડિસા સર્કિટ હાઉસ ખાતે નવ નિયુક્ત બનાસકાંઠા જિલ્લાના પત્રકાર એકતા સંગઠન ના કાર્યકારી પ્રમુખ તરીકે દિલીપ ત્રિવેદી ને ફુલહાર અને સાલ ઓઢડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ડિસા તાલુકા શહેર પ્રમુખ શ્રી નટવરજી(ચકાભાઈ) ઠાકોર અને હરેશભાઈ ઠકકર વરિષ્ઠ પત્રકાર અને પત્રકાર એકતા સંગઠન બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી નીરજ બોડાણા. અશોક ઠાકોર. ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા સંગઠન માળખું મજબૂત બનાવવા માટે કાળજી રાખીને 14 તાલુકા માં કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે જેને વેગવંતુ બનાવવા માટેની જવાબદારી સંભાળી લીધી છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના નવિન કાર્યકારી પ્રમુખ તરીકે દિલીપ ત્રિવેદી ની નિમણુક કરવામાં આવતાં ભારે આનંદ ની લાગણી ફેલાઇ છે અને હવે બનાસકાંઠા જિલ્લાના અને સમગ્ર ગુજરાત ના પત્રકાર એક્તા સંગઠન માળખું મજબૂત બનાવવા માટે ખાત્રી આપી ને દરેકને ન્યાય મળે અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રીય ભૂમિકા અદા કરી ને પત્રકારો ના હકક માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે દસ જેટલા મુદ્દા અંગે પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને ડેલી ગેશન ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી ને યોગ્ય રીતે નિણર્ય લેવામાં આવ્યો હતો એટલે હવે ગુજરાત રાજ્ય માં સૌથી મોટું સંગઠ્ઠન એટલે પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજ્ય માં કૂદકે ભૂસકે સક્રિય ભૂમિકા ભજવી ને પત્રકારો ના હકક માટે કાળજી રાખીને કામગીરી કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here