ડભોઈ નગર-તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માનસિક અને આર્થિક સંકટ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ નગર-તાલુકામાં કમોસમી વરસાદ પડતા કપાસ, તુવેર, ડાંગર વગેરે પાકોને ભારે નુકસાન ની ભીતિ

ડભોઈ નગર-તાલુકામાં કમોસમી વરસાદ ના કારણે સમગ્ર વાતાવરણમાં બદલાવ આવતા કમોસમી વરસાદ પડતાં કોરોના અને બીજી બીમારીઓ ઉથલો ના મારે તેવી ચિંતા માં મુકાયા છે.તેવામાં જગતના તાત ગણાતા ધરતી પુત્રો મુજવાયા હતા. ખેડૂતો ઉપર કુદરત રિસાઈ હોય તેમ ખેડૂતો હાલાકીમાં મુકાયા્.તેવામાં કુદરતે પાછું અધૂરામાં ખેડૂતોની તકલીફો વધારવા અનચાહયો વરસાદ વરસાવી ખેડૂતોની હાલત કફોડી બનાવી નાખી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક કપાસ,ડાંગર,તુવેર જેવા પાકોને ભારે નુકસાન થવા પામ્તા ખેડૂતોને માનસિક અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જ્યારે ડભોઈ નગર-તાલુકામાં કેટલાક ખેડૂતોની કાઢેલ ડાંગર નું વેચાણ ન થતા હજુ સુધી ડાંગરના ઢગલા ખેતરમાજ હોય ખેડૂતોને ભારે આર્થિક નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે.સાથે કમોસમી વરસાદ ને લઈ બદલાયેલા વાતાવરણ ને કારણે નગરજનોમાં પણ સ્વાસ્થ્ય ને લઈ ચિંતા જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here