ડભોઈનું પ્રમુખ સ્વામી હોસ્પિટલ વિવિધ સુવિધાઓથી સજ્જ કરી નાગરિકો માટે રીઓપનીગ કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરમાં આધુનિક હોસ્પિટલ બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદથી બનાવામાં આવ્યું હતું સમય જતા વધુ આધુનિક સાધનોની જરૂર પડતી હોય ત્યારે આ હોસ્પિટલ ને સંસ્થા દ્વારા નવીની કરણ કરવાનો નિર્ણય લેવાયો આજે આ હોસ્પિટલ અતિ આધુનિક અને વધુ સુવિધાઓથી સજ્જ બનતા બી.એ.પી.એસ.ના પૂ.કોઠારીબાપા અને ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા રીઓપનિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સભા યોજાઈ હતી.

ડભોઇ ખાતે વર્ષોથી આરોગ્ય સેવા પૂરી પાડતી પ્રમુખ સ્વામી હોસ્પિટલ સમયની માંગ સાથી વધુ સજ્જ અને સુવિધાઓ સંપન્ન બનાવા હેતુ ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઈ તેમજ બી.એ.પી.એસ. પ્રમુખ સ્વામી સંસ્થાન દ્વારા નિર્ણય લેવાયો હતો જે અનુરૂપ ડભોઇ નગરમાં આરોગ્ય સેવા તદ્દન નજીવી ફી સાથે કાર્યરત છે ત્યારે વધુ સુવિધાઓ અને આધુનિક આરોગ્ય લક્ષી સાધનો સાથે આ હોસ્પિટલ ને નવીની કરણ કરવાનું કામ સંપન્ન થતા આજ રોજ બી.એ.પી.એસ. સંસ્થાન ના પૂ.કોઠારી બાપા સહિત સંતોની ઉપસ્થિતિ તેમજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના વરદ હસ્તે પુનઃ ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે ડભોઇ નગર સહિત આસ પાસ ના 118 ગામના રહીશો દર્દીઓ ને આ આધુનિક હોસ્પિટલ નો હવે લાભ મળવા જઇ રહ્યો છે જેને લઈ ડભોઇ ના નાગરિકો મા ખુશીની લહેર જોવા મળી હતી તો આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સભા નું પણ પૂ.કોઠારીબાપા ના સાનિધ્યમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું.
બાઈટ: ડો.બકિંમભાઈ (તબીબ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here