નર્મદા જીલ્લામાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમા રાખી બે બૂટલેગરોની પાસા હેઠળ અટકાયત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો બે જૂનાગઢ અને અમરેલી ખાતેની જેલોમાં ધકેલાયા

વિધાનસભા ની ચુંટણી ના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે અસામાજિક તત્વો ને ડામવા અને ગેરકાયદેસર ની પ્રવુતિઓ અટકાવવા માટે પોલીસ તંત્ર સાબદુ બન્યું છે, ઠેર ઠેર રેડ કરી જુગાર દારુ ની અસામાજિક પ્રવુતિઓ પર અંકુશ લાવવા ના પ્રયાસો થયી રહયા છે ત્યારે બીજી તરફ જે લોકો પોલીસ દફ્તરે બૂટલેગરો ની યાદી મા છે તેવાઓને પાસા હેઠળ ઝડપી જેલ ભેગા કરવાના આદેશ હોય ને નર્મદા જીલ્લા માં વિદેશી દારૂનો વેપલો કરતા બે બૂટલેગરો ની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી.

નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે રહેતા સુરેશ ઈશ્વર વસાવા વિદેશી દારૂ ની હેરાફેરી કરતો હોય રાજપીપલા પોલીસ મથક મા તેની સામે ગુના નોંધાયા હોય રાજપીપલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે કે. પટેલે નર્મદા જીલ્લા કલેકટર ના આદેશ થી પાસા હેઠળ ઝડપી પાડયો હતો અને તેને અમરેલી ખાતે ની જેલ મા મોકલાયો હાવાનું જાણવાં મળ્યું છે.

આ ઉપરાંત માંડણ ગામ ખાતે જ રેહતો અન્ય એક આરોપી પણ દારુ ના વેપલા સાથે સંકળાયેલ હોય તેને પણ નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ખાંભલા એ ઝડપી પાડયો હતો અને તેને જૂનાગઢ ખાતે ની જેલ મા મોકલાયો હતો.

નર્મદા જીલ્લા પોલીસે બે બૂટલેગરો ની પાસા હેઠળ ઝડપી જેલ મા ધકેલતા ચુંટણીઓ ના સમયે બૂટલેગરો મા ભારે ફફડાટ ફેલાયો છે અને હવે પછી કોનો વારો ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here