ડભોઇ બી.આર.સી ભવન ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલના હસ્તે કેક કાપી ગુજરાત સરકારના નિર્ણયને વધાવી લેવાયો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગુજરાતના પ્રાથમિક શિક્ષણના જુદા જુદા સંઘો દ્વારા વારંવાર શિક્ષકોની બદલી અંગે માગણીઓ અને રજૂઆતો કરાઈ હતી. જે રજૂઆતોના પગલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેઓના અધિકારીઓએ પ્રાથમિક શિક્ષકો વિદ્યાસહાયકો વગેરેની બદલીઓને લગતા નિયમોમાં મોટાપાયે શિક્ષકોના હિતમાં ફેરબદલ કરતાં ડભોઇ બી.આર.સી ભવન ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલ ના હસ્તે કેક કાપી ઉપસ્થિત શિક્ષકો દ્વારા રાજ્ય સરકારના નિર્ણયને વધાવી લઇ રાજ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો.
જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલે જણાવ્યું હતું કે પાછલા બે વર્ષ દરમિયાન કોરોનાના કાળમાં પણ તમામ શિક્ષકોએ ખૂબ સારી કામગીરી બજાવી છે સાથે કોરોના કાળ માં ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું છે તેમજ સરકારની વિવિધ યોજનાઓનો અમલ કરવાના ભાગરૂપે જે જવાબદારી આપી છે તે પણ શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક નિભાવી છે જેમાં ચૂંટણીની કામગીરી વસ્તી ગણતરીની કામગીરી તેમજ અન્ય કામગીરીઓ નિભાવી છે. તેવા સંજોગોમાં શિક્ષકોની જે માંગણી હતી તે શિક્ષકો ના વિવિધ સંગઠનો દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સંગઠનો સાથે ચર્ચા કરી શિક્ષકોની જે માંગણી હતી જેવી કે પતિ પત્ની સાથે રહી સર્વિસ કરી શકે 10 વર્ષની મર્યાદા 5 વર્ષની કરવી 60% બદલી ની જગ્યાએ 100% બદલી કરવી જેવી અન્ય માગણીઓ ના નિયમોને હળવા કરી શિક્ષકોની માંગણી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પૂરી કરતા શિક્ષણ જગતમાં ખુશીની લહેર જોવા મળી હતી.
જ્યારે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ( વકીલ) તોષિફ ભાઈ પઠાણ (બીટ નિરીક્ષક) સંજયભાઈ ગોસ્વામી (આચાર્ય) સીક્ષકો માં 108 તરીકે ઓળખાતા જેમિન ભાઈ પટેલ, હિતેશ ભાઈ તેમજ મોટી માત્રામાં શિક્ષક ગણ ઉપસ્થિત રહી રાજ્ય સરકાર તેમજ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેઓના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here