શહેરા : એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સાજીવાવ પ્રા.શાળા ખાતે જ્ઞાન ભંડાર સ્પર્ધા કવિઝ સ્પર્ધા યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાની 244 પ્રાથમિક શાળાઓમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢ રાજ્યનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. જે અંતર્ગત શાળા કક્ષાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં વેશભૂષા, ખાણીપીણી, ભાષાની અભિવ્યક્તિ, તહેવારોની ઉજવણી, શૈક્ષણિક માળખું તેમજ અન્ય વિવિધ બાબતોનો ધ્યાને લઈ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા. જે અંતર્ગત આજ રોજ સાજીવાવ પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં બાળકોમાં જ્ઞાનનો ભંડાર વધે તે માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન દિલીપભાઈ ઠાકોરે કર્યું હતું. નિર્ણાયક તરીકે ખોજલવાસા સી.આર.સી.કો.ઓર્ડીનેટર જયપાલસિંહ બારીઆ તેમજ શહેરા કુમાર સી.આર.સી.કો.ઓર્ડીનેટર ગોવિંદભાઈ ભોઈએ નિષ્ઠાપૂર્વક રહી તટસ્થ પરિણામ તૈયાર કર્યું હતું. આચાર્ય દિપકભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ સાજીવાવ પ્રા.શાળા કક્ષાએ તમામ બાળકોની અગાઉ 50 ગુણની સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાંથી પસંદગી પામેલ વિદ્યાર્થીઓની ભારદ્વાજ, વિશ્વામિત્ર, કશ્યપ, ગૌતમ તેમજ વશિષ્ઠ 5 ટીમ બનાવવામાં આવી હતી. તેમાં 3 વિદ્યાર્થીઓ તેમજ બે સહાયક શિક્ષક રાખવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ પ્રોજેકટના માધ્યમથી ડીઝીટલ રીતે તૈયાર કરાયેલ કવિઝ રમવાની સૌ વિદ્યાર્થીઓને ખૂબ મઝા આવી હતી તેમજ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મદદનીશ શિક્ષક ચંદ્રિકાબેન પટેલ અને મણીભાઈ વણકરની કશ્યપ ટીમ વિજેતા બની હતી. મદદનીશ શિક્ષક પ્રતિમાબહેન પટેલના પુત્રની જન્મતિથિ નિમિત્તે બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. ડૉ.કલ્પેશ આર.પરમારે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત તાલુકાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભાગ લેવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. આચાર્ય દીપકભાઈ પંચાલ તેમજ શાળા પરિવારે કરેલ કવિઝ સ્પર્ધા તેમજ અન્ય પ્રવૃત્તિઓના આયોજન થકી મળેલ શ્રેષ્ઠ સફળતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here