છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવ પર મોદીજીના સ્વચ્છ ભારત અભિયાનના ઉડી રહ્યા છે ધજાગરા… નગર પાલિકા તંત્રના આંખ આડા કાન…

છોટાઉદેપુર, શકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર પાલિકા માં આટલા બધા સફાઈ કામદારો છે તે કામદારો કામ બરોબર કરે છે કે નહિ તે જોવા માટે સુપરવાઈઝર છે તેમ છતાં સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે

છોટાઉદેપુર ના કુસુમ સાગર તળાવ પર ગંદગી નો સામ્રાજ્ય જામ્યું હોય એમ ઠેર ઠેર ગંદકી નાં ઢગલા જોવા મેળે છે. લોકો માં બૂમો ઊઠી રહી છે કે છોટાઉદેપુર નગર પાલિકા સાફ સફાઈ માટે મળતી ગ્રાંટો વાપરી જ રહી છે તો પછી સ્થળ પર કેમ કોઈ કામ દેખાતું નથી, જો નગર પાલિકા યોગ્ય રીતે અને ઈમાનદારી થી પોતાનું કામ કરતી તો આજે કુસુમ સાગર ની આટલી ખરાબ હાલત ના બનતી. પાલિકા ના અધિકારીઓ કર્મચારીઓ આવતા જતા ઘણી વાર કુસુમ સાગર ની આવી દશા જોતા પણ હસે… !! પરંતુ પોતાનો મોઢું ફેરવી ને જતા રેહતાં હશે કેમ કે તેમને કોઈ કઈ કહેવા વાળો નથી કોઈ પૂછવા કે ટોકવા વાળો નથી.

હાલ આપને જોઈ રહ્યા છે કે ડેન્ગ્યુ ,ચિકન ગુનિયા, વાઇરલ ઇન્ફેક્શન તથા કોરોના ના જેવી ભયંકર અને જીવલેણ બીમારીઓ એ લોકો ને શારીરિક, માનસિક અને આર્થિક રીતે તોડી દીધા છે આવી ભયંકર બીમારીઓ થી બચવા માટે આપને સાફ સફાઈ રાખવી જ જોઈએ બીજા ગામો માં તો તંત્ર પોતેજ સાફ સફાઈ ના મુદ્દા ને ખૂબ ગંભીરતા પૂર્વક લે છે અને લોકો ને પણ આગ્ર કરે છે કે સાફ સફાઈ રાખો પરંતુ છોટાઉદેપુર નગર પાલિકા ની હદ માં જ આવેલા કુસુમ સાગર માં આટલી ગંદકી અને પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહિ લોકો પણ કહી રહ્યા છે કે હમે આટલી ગેર-જવાબદાર પાલિકા નહિ જોઈ. હવે ખરે ખર આ સમસ્યા નો કોઈ સમાધાન આવવું જોઈએ અને પાલિકા ને પોતાની આંખો ખોલી ને પોતાની જવાબદારી સમજવી જોઈએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here