ડભોઇ નગર સેવાસદન ખાતે ખેડૂતો દ્વારા જગતના તાતને આઠ કલાકને બદલે છ કલાક વીજળી આપવાની જાહેરાત કરાતા ડભોઇના ધરતીપુત્રોનો એસડીએમને આવેદન

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ઉલ્લેખનીય છે કે વીજળીનું સંકટ ઘેરાઇ રહ્યું છે અને તે પ્રશ્નનું અંશતઃનિરાકરણ લાવવાના હેતુથી કુર્ષી મંત્રી રાઘવજી પટેલ ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ ઊર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલ સાથે વિધાનસભા સંકુલમાં પરામર્શ યોજી હતી ત્યારબાદ કૂર્શીમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ વીજળીનું ઉત્પાદન થતું ન હોય વીજળી મેળવવાની પણ સમસ્યા ઊભી થઈ છે જેને લઇ ખેડૂતો ને સળંગ આઠ કલાક વીજળી અપાતી નથી પરંતુ આવનાર દિવસોમાં ખેતી માટે કમસે કમ છ કલાક વીજળી મળે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવશે નું જણાવ્યું હતું.
જેના સંદર્ભમાં ડભોઇ તાલુકાના ખેડૂતો દ્વારા ડભોઇ નાયબ કલેકટર અને ડભોઇ એમજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સુધીરભાઈ બારોટ ભુપેન્દ્રભાઈ પટેલ ભરતભાઈ પટેલ હિરેન પટેલ અંબાલાલ પટેલ તેમજ અન્ય ખેડૂતો હાજર રહી જણાવ્યું હતું કે ભારત એક ખેતીપ્રધાન દેશ છે સાથે સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ના કારણે અર્થતંત્ર મૃતપ્રાય અવસ્થામાં હતું ત્યારે પણ એક માત્ર ખેતી દ્વારા અર્થતંત્ર ટકી રહ્યું હતું.
હાલમાં જ એમ.જી.વી.સી.એલ દ્વારા આંઠ કલાકને બદલે છ કલાક વીજળી આપવાનો જાહેર કરાયું છે અને તદુપરાંત ઘણી વખત તો વીજળી ટ્રીપિંગ પણ માર વામાં આવે છે અને લાઈનો નું સમયસર મેન્ટેનન્સ નહીં કરવાના કારણે અવારનવાર વીજળી ડૂલ થઈ જતી હોય છે જેને લઇ ખેડૂતોને પૂરતી વીજળી મળતી ન હોય આવા સંજોગોમાં ઘણીવાર વીજળી ના લીધે ભાઈઓ ભાઈઓમાં પણ તકરાર ઊભી થવા પામે છે સાથે ઉનાળામાં ખેડૂતોનો પોતાનો હક મહામૂલો પાક બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે તેવામાં જ વીજળી ન હોય ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જાય અને ખેડૂત દેવદાર અને પાઇમાલ બને તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે.
જ્યારે ખેડૂતોએ આવેદનપત્ર માં ખેડૂતોને સળંગ આઠ કલાક વીજળી મળે અને એમજીવીસીએલ દ્વારા વીજ લાઈનો ની મરામત તાત્કાલિક કરાવે તેવી માંગણી કરવામાં આવી હતી સાથે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો નાછુટકે ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here