સબકા માલીક એક સૂત્રને સાર્થક કરતુ ધોરાજી રીક્ષા એસોસિએશન

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી ના હાર્દ સમા વિસ્તાર નાગરીક બેંક પાસે થી ધોરાજી થી જુનાગઢ તરફ જતી રીક્ષા સ્ટેન્ડ ના રીક્ષા ચાલકો એ નક્કી કર્યુ કે એક પાણી નુ પરબ ( પાણી ની શબીલ) બનાવવા માં આવે જેથી અહી પસાર થતા રાહદારીઓ ને આવી ભયંકર ગરમી માં ઠંડુ પાણી મળી રહે આ પાણી ની શબીલ ( પાણી નો પરબ) માં કોઈ પણ નાતજાત ના ભેદભાવ વગર દરેક લોકો આ ગ્રીષ્મ ઋતુ માં પણી પીએ જેના માટે પોતાને મળતા પેસેન્જર સીવાય પાર્સલ ની જે આવક થાય તેમાથી પાણી નુ પરબ ચલાવવા માં આવે આપણે ઉપરોકત તસવીર માં પણ સ્પષ્ટ પાણી ના ફિલ્ટર વાળા કુલર જોઈ શકીએ છીએ તેમની કામગીરી ને વિવેકાનંદ ગ્રુપ ના રાજુભાઈ એરડા, રાજુભાઈ બગડા, માનવસેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા, સૈયદ મતીન બાપુ સહિત ના લોકો એ તેમની કામગિરી ને બિરદાવી કહ્યુ કે આ રીક્ષા ચાલકો એ આ કારમી મોંઘવારી માં જે કામગિરી કરી છે તે સાચા અર્થ માં સબકા માલીક એક ના સૂત્ર ને સાર્થક કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here