ડભોઇ નગર અને પંથકમાં ભારે હર્શો ઉલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

રંગોત્સવનો ઉમંગભેર ધુળેટી ની ઉજવણી કરતા દર્ભાવતી ઐતિહાસિક ઉત્સવ પ્રિય નગરી ડભોઇ નગરમાં યુવાનો યુવતીઓ નાના બાળકો એકબીજા પર રંગબેરંગી કલર લગાડી ધુળેટી પર્વ ની ડીજેના સંગીત સાથે મજામાણી ઉજવણી કરી હતી.

ઐતિહાસિક દભૉવતી ઉત્સવ પ્રિય ડભોઇ નગરી ખાતે કોઈપણ ધાર્મિક તહેવાર હોય ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા નગર વાસીઓ ધુળેટીના મહાપર્વ પ્રસંગ નિમિત્તે વહેલી સવારે ભક્તજનો દ્વારા નગરના વિવિધ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ લોકપ્રિય ધુળેટી ના તહેવાર ને યુવાન યુવતીઓ એકબીજા સામે રંગબેરંગી કલર લગાડી તેમજ નાના બાળકો પિચકારીઓ માં કલર ભરી એકબીજા સામે ઉડાવી મોજ મસ્તી કરતા નજરે પડ્યા હતા જ્યારે ડભોઇના કેટલાક વિસ્તારોમાં ડીજે સંગીત ના તાલ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી જ્યારે ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાએ ધુળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here