ડભોઇ તાલુકાના પવિત્ર યાત્રા ધામ કરનાળી અને ચાણોદ ખાતે મહાસુદ એકમ અને બુધવારી અમાસને લઈ શ્રદ્ધાળુઓનો ભારે મેળાવડો જામ્યો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ મહાસુદ એકમ ને બુધવારી અમાસ ના દિવસે ડભોઇ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર યાત્રાધામ કરનાળી ચાણોદ ખાતે શ્રદ્ધાળુઓ કુબેર દાદા ના દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી જેમાં ગઈકાલે રાત ના 12:00 થી ભક્તો કુબેર દાદા ના દર્શન માટે લાઈનમાં ઊભા થઇ ગયા હતા અને વહેલી સવારે અમાસ ના કુબેર દાદા ના દર્શન કર્યા હતા સાથે દર્શન કર્યા બાદ કુબેર દાદા ના અન્નક્ષેત્ર માં પ્રસાદી લીધી હતી પ્રસાદમાં પણ ભારે ભીડ જોવા મળી હતી કુબેર દાદા ના દર્શન માટે દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા આ સાથે આજે બુધવારી અમાસ નું અનેરૂ મહત્વ છે નર્મદા સ્નાન કરવાથી એક હજાર જન્મોના પાપ માંથી મુક્ત થવાય છે સાથે બુધવારી અમાસ એટલેકે જે વ્યક્તિને જન્મકુંડળીમાં રાહુ કેતુ એક સ્થાન પર હોય તેને કાલસર્પ યોગ ની પૂજા કરવી પડતી હોય છે તે બુધવારી અમાસ ના દિવસે જ કાલસર્પ યોગ ની પૂજા કરે છે તો તેનું ફળ વિશેષ બતાવ્યું છે ચાંદોદના બ્રાહ્મણો દ્વારા જેના જન્માક્ષરમાં કાલસર્પ પિતૃદોષ છે તેમની આજે શાસ્ત્રોક્ત વિધિ કરાઈ હતી. સર્પ દોષ ની વિધિ કર્યા બાદ નર્મદાજી માં સર્પ વિસર્જન કરાયું હતું સાથે આજના દિવસે સ્નાન નું અનેરું મહત્વ હોય શ્રદ્ધાળુઓ સ્નાન કરતા નજરે ચડયા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here