ડભોઇ તાલુકાના તેનતલાવ ગામે પુલવામાંમાં શહીદ થયેલા 40 ઉપરાંત શહીદોને વિવિધ પ્રવૃત્તિઓ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના ઐતિહાસિક તેનતલાવ ગામે ગ્રામજનો દ્વારા પુલવામા માં વીરગતિ પ્રાપ્ત કરનાર શહિદોને વિરાંજલી અપાઇ

તેનતલાવ ગામના ગ્રામજનો દ્વારા આપણા દેશની શિસ્તા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે અવારનવાર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજી દેશની ભાવિ પેઢીને એક નવો સંદેશ આપતો રહે છે હાલમાં વેલેન્ટાઈન ડે ઉજવવા કરતા માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવી ભારત વર્ષને એક અનોખો સંદેશ તેનતલાવ ગામ વાસીઓએ આપ્યો હતો.
જ્યારે ગત 14 મી તારીખે 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા 40 ઉપરાંત સી આર પી એફ ના જવાનો ને વિરાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેનતલાવના ગ્રામજનો દ્વારા ૧૪મી ફેબ્રુઆરીને કાળા દિવસ તરીકે ઓળખાવી ભારત માતાકી જય સહીદો અમર રહે ના નારાઓ સાથે આપણા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
સાથે આજના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપી ફરી એકવાર તેન તલાવના ગ્રામજનોએ પુરા ભારત વર્ષને એક સંદેશ આપ્યો છે કે પશ્ચિમી સંસ્કૃતિ અને પરંપરાઓને અપનાવવા કરતાં આપણા દેશના વીરો એ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી છે તેને યાદ કરી આપણી આવનારી પેઢીઓ માં પણ આપણી પરંપરા, સંસ્કૃતિ, ત્યાગ અને બલિદાનની ભાવના જાગે એવા કાર્યો કરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here