કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે કાલોલ પોલીસ સતર્ક બની… જાહેરનામાની કડક અમલવારી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં દિવસે-દિવસે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે રવિવારે મોડી સાંજે ગાંધી ફળિયા બાદ નજીકમાં આવેલા એક વિસ્તારના વૃદ્ધ પણ કોરોના પોઝીટીવ થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારનાં તકેદારીના અને જાગૃતિ માટેના અનેક પ્રયાસો બાદ પણ લોકો કોરોના નાં વધતા વ્યાપ વચ્ચે બેફિકર થઈ પોતાની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખતા હોય તેવા લોકો તથા પોતાની દુકાનો માં ટોળા કરી સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરતા તથા મોઢું અને નાક ઢાંક્યા વિના નીકળતા નગરજનો સામે કાલોલ પોલીસ સતર્ક બની જાહેરનામાનો કડકાઈ પૂર્વક પાલન થાય તે માટે દિવસે પેટ્રોલિંગ સઘન બનાવી આવા તત્વો સામે જાહેરનામા ભંગ ના ગુના દાખલ કર્યા છે.ગતરોજ રાત્રે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એમ.એલ.ડામોર સહિત પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ શરૂ કરી કામ વગર રખડતા લોકોને તેમજ દુકાનદારોને નિયમાનુસાર બંધ કરવાની કડક સુચના આપી હતી. પોલીસ તંત્રની આ પ્રશંસનીય કાર્યવાહીની સરાહના થઈ રહી છે અને કાલોલ શહેરના વિવિધ વિસ્તારોના વેપારધંધો કરતાં વેપારીઓએ પણ ફટાફટ પોતાની દુકાનો ની સટલ બંધ કરતા નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here