ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોડાસા તાલુકામાં પ્રા.આ.કેન્દ્ર સરડોઇ વિસ્તારના ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

દેશને ટીબી મુક્ત બનાવવાં માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત માન કલેકટર સાહેબ શ્રી અને માન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ તા.14/08/2023 ના રોજ મોડાસા તાલુકાના પ્રા આ કેન્દ્ર સરડોઇ ના વિસ્તાર પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવારની સાથે સારું પોષણ મળી રહે તે માટે ગુરુકૃપા પેપર મિલ ના સહયોગથી પ્રા.આ.કેન્દ્ર સરડોઇ વિસ્તાર ના 10 ટીબી રોગના દર્દીઓને દતક લઈને ન્યુટિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આ 10 ટીબીના દર્દીઓને દર માસે જ્યાં સુધી ટીબીની સારવાર હેઠળ હોય ત્યાં સુધી પોષણ કીટ આપવામાં આવશે

આ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ માં જિલ્લા ક્ષય અધિકારી સાહેબશ્રી ,સામુહિક આરોગ્ય કેન્દ્ર મેઢાસણ ના અધિક્ષક શ્રી , ગુરુકૃપા પેપર મિલ ના મેનેજર શ્રી , પ્રા આ કેન્દ્ર સરડોઇ ના આરોગ્ય કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here