ટપાલ જીવન વિમા-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટ બનવાની તક

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

તા. ૩૦ સપ્ટે.ના રોજ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ કચેરી – ગોધરામાં  હાજર રહેવું

સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા દ્રારા ટપાલ જીવન વિમા-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુનું તા.૩૦.૦૯.૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
રસ ધરાવતા ઉમેદવારો વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા ખાતે તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ ૧૧:૦૦ થી ૧૫:૦૦ કલાકે રાખવામાં આવ્યું છે.
ઉમેદવારોએ પોતાના બાયો ડેટા,ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક પ્રમાણપત્ર અને અનુભવનું (જો હોય તો) દાખલો લાવવાના રહેશે .
ઉમેદવાર ધો. ૧૦ મું પાસ કે તેને સમકક્ષ (કેન્દ્ર/રાજ્ય સરકાર દ્રારા માન્યતા પ્રાપ્ત પરીક્ષા)
ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ની હોવી જોઈએ.
એક્સ લાઇફ એડવાઇઝરો આંગણવાડી કાર્યકરો, મહિલામંડળ કાર્યકરો,સ્વ સહાય જુથના કાર્યકરો એક્સ સર્વિસમેન, નિવૃત્ત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે.
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનાં રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ, કોમ્પ્યુટરમાં જાણકાર, સ્થાનિક જગ્યાના જાણકાર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.કોઈપણ જીવન વીમામાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ, આર.પી.એલ. આઈની એજન્સી મળવાપાત્ર નથી એમ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, પંચમહાલ,ગોધરાની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here