નર્મદા જિલ્લા LCB પોલીસે વડોદરાની જેલમાથી પેરોલ પર છુટેલ કેદી જેલમા પરત ન ફરતા ઝડપી પાડયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

હત્યાના 2006 ના કેસમા તિલકવાડા તાલુકાના વંઢ ગામનાં આરોપીને સજા થયેલ

કોરોનાના કહેર વચ્ચે આરોપીઓને પેરોલ પર મુક્ત કરતા મુદ્દત પુરી થયેલ છતાં જેલ ખાતે પરત ન ફરતા પોલીસે ઝડપી જેલ ભેગો કરતા ચકચાર

કોરોનાના કહેર વચ્ચે સરકારે જેલમાં સજા ભોગવતા કેદીઓને મહામારી ન ફેલાય અને સુરક્ષા પ્રદાન થાય એ હેતુથી કેદીઓને પેરોલ પર છોડવા આદેશ કર્યા હતા.જે અંતર્ગત નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામનાં આરોપી કે જે હત્યાના ગુનામા વડોદરાની જેલમાથી પેરોલ પર છુટીને પોતાના ઘરે આવેલ એ કેદી તેની મુદ્દત પુરી થયેલ છતાં જેલ ખાતે પરત ન ફરતા નર્મદા જિલ્લા LCB પોલીસે ઝડપી જેલ ભેગો કરેલ હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા રેન્જ આઇ.જી. હરીક્રિષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ રાજ્યની જેલોમાંથી પેરોલ-ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ કેદીનોને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ.

અધિકારીઓની સુચના મુજબ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓના સુપરવિઝન હેઠળ તિલકવાડા પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૦૪/૨૦૦૬ ઇ.પી.કો. ક્લમ ૩૦ર મુજબના ગુનાના કામનો કેદી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો અને કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ. જે પેરોલ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર નહિ થતા પેરોલ ઉપરથી ફરાર થતાં તિલકવાડા પો.સ્ટે. બી-પાર્ટ નં. પ૬૮/૨૦૨૦ પ્રિઝન એક્ટ ૫૧ (૧) તથા ૫૧(બી) મુજબનો ગુનો નોંધવામાં આવેલ.

આ ફરાર કેદીને પકડવા સારૂ પો.કો. મોગરાબેન સોમાભાઇ બ.નં. ૫૧૧નાઓને બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી નામે લમનભાઇ પ્રભુભાઇ તડવી રહે. વંઢ તા.તિલકવાડા જી.નર્મદાનાનો ફરાર કેદી વંઢ ગામે છે તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે વંઢ તા.તિલકવાડા ખાતે જઇ સદર ફરાર કેદીને ઝડપી પાડી તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે. તિલકવાડા પોલીસે આરોપી નો કબ્જો LCB નર્મદા પોલીસ પાસે થી મેળવી વડોદરા ની જેલ માં પરત મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓએ જીલ્લામાં પેરોલ-ફર્લો ઉપરથી ફરાર કેદીઓને પરત જેલ હવાલે કરવાની સખત સુચનાના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here