ઝાલોદમાં પોલીસ મથક સામે શોરૂમમાં ચોરી બાદ તસ્કરે કાગળ ચોટાડ્યું

ઝાલોદ, (દાહોદ) સાગર કડકિયા :-

ચોરી:મે હું ચોર નાથુભાઇ નિનામાં ચોરી બાદ કાગળ લખી પડકાર ફેંક્યો

સિલકના 60 હજાર અને સીસીટીવીનું ડીવીઆર ચોરી
ઝાલોદ બાંસવાડા રોડ પર પોલીસ સ્ટેશન સામે આવેલા બાઈકના શોરૂમ રાજ મોટર્સમાં ચોર ઘુસી જઈને ચોરી કરતા ખળભળાટ મચી ગયો હતો. તસ્કરોએ શોરૂમમાં સિલકના 60 હજાર, મોબાઈલ ટેબ્લેટ લઈને ફરાર થઇ ગયા હતા. પોલીસને પડકાર ફેંકાતા હોય તેમ તસ્કરોએ શોરૂમમાં ચીઠ્ઠી ચોંટાડી જતાં જતા ચર્ચાનો વિષય બન્યો હતો. તસ્કરો ચિઠ્ઠીમાં મેં હુ ચોર, નાથુભાઇ નિનામા બાદ મોબાઇલ નંબર લખ્યો હતો. ત્યાર બાદ અપશબ્દો લખીને છાણ હોય તો પકડી લો તેવુ લખાણ લખ્યુ હતું. ઝાલોદ રાજ મોટર્સ શોરૂમમાં તસ્કરોએ હાથ ફેરો કરીને ચાલાકી વાપરીને સીસીટીવીનું આખું ડીવીઆર સેટ પણ ઉઠાવી જતા પોલીસ માટે તપાસ કરવું મુશ્કેલ બનાવ્યું હતું. પોલીસની તપાસમાં તસ્કરો ચિઠ્ઠીમાં લખેલો મોબાઇલ નંબર ખોટો હોવાનું જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here