પિતા વગરની ગામડાની ગરિબ દિકરીને દત્તક લઈ આજીવન ભણવાનો ખર્ચ પુરો પાડવાનો સંકલ્પ કરી જન્મદિવસ ઉજવતા ઝાલોદના શિક્ષકશ્રી રાજેશ પરમાર

ઝાલોદ,(દાહોદ) પંકજ પંડિત :-

ઝાલોદ તા,૨૬/૦૧/૨૦૨૨ ના રોજ પોતાના જન્મદિવસના શુભ પ્રસંગે એક ગામડા ગામની પિતા વગરની ગરિબ દિકરીને દત્તક લઈને પોતાના જન્મદિવસની ઉજવણી કરી એવા ઝાલોદના શિક્ષક શ્રી રાજેશભાઈ પરમાર સૌના માટે પ્રેરક બન્યા છે. તેઓ એ આજરોજ નાનસલાઈ ખાતેના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન પોતાની સેવાનો આ ઉમદા સંકલ્પ ગ્રામજનોની સામે વ્યક્તિ કર્યો હતો. આવા ઉમદા વ્યક્તિઓથી સેવાની સુગંધ ફેલાઈ રહી છે. કોરોના સમયકાળ દરમ્યાન પણ શિક્ષક મિત્ર શ્રી રાજેશભાઈ પરમારજીએ શહેરી શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણમા અનેરી સેવા કરી હતી જેની નોંધ લઈને તેમના દ્વારા કેટલીક શાળાઓમા સરકાર અને સેવાભાવી લોકો દ્રારા અત્યાધુનિક સાધનો પ્રાપ્ત થયા હતા. ખરેખર આવા લોકો *સેવા હી યજ્ઞ કુંડ સમિધા સમ હમ જલે* શબ્દોને ચરિતાર્થ કરી જાણે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here