ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપાઇ સોરેને શપથ લીધા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિધાનસભા માં બહુમત સાબિત કરવા રાજ્યપાલે 10 દિવસ નો સમય આપતાં બહુમત સાબિત કરવું પડશે

પોતાને 47 ધારાસભ્યો ના સમર્થન નો ચંપાઇ સોરેન નો દાવો

કોંગ્રેસ ના ધારાસભ્ય આલમગીર આલમ અને આરજેડીના સત્યાનંદ ભોક્તા એ મંત્રી પદના શપથ લીધા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ની ઇ ડી એ અટકાયત કરતા તેઓએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ઝારખંડમાં રાજકીય સંકટ ઉભો થયો હતો. ઝારખંડના મુખ્યમંત્રી ના રાજીનામાં બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ ધારાસભ્ય ચંપઇ સોરેને રાજ્યપાલને મળી મુખ્યમંત્રી પદનો પોતે દાવો રજૂ કર્યો હતો. ત્યારબાદ ઝારખંડના રાજ્યપાલે ચંપઇ સોરેન ને કલાકોની રાહ જોવડાવ્યા બાદ આજરોજ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ચંપાઈ સોરેન આજરોજ શુક્રવારે શિબુ સોરેનને પણ મળ્યા હતા.

આજરોજ શુક્રવારે ચંપાઈ સોરેને ઝારખંડના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા , રાજ્યપાલે તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં શપથગ્રહણ પહેલા રાષ્ટ્રગીત શરૂ થયું. ત્યાર બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ, ચંપાઈ સોરેન ને મુખ્યમંત્રી પદના શપથ માટે બોલાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

ત્યાર બાદ રાજ્યપાલે નવા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા. ચંપાઈ સોરેને પ્રથમ વખત 1991માં સરાઈકેલાથી પેટાચૂંટણી જીતી હતી. તેઓ સાત વખત ધારાસભ્ય પદે રહ્યા છે. અને પુર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ના ખાસ વિશ્વાશુઓ હોવાનુ મનાય છે, ઝારખંડ માં ટાઇગર તરીકે ખ્યાતનામ પણ છે.

ઝારખંડ માં નવી સરકાર રચાઇ છે આ સરકારે 10 દીવસ માં પોતાનું બહુમત સાબિત કરવું પડશે. ભારતિય જનતા પાર્ટી પોતાના ધારાસભ્યો નું હાઉસ ટ્રેડિંગ કરી પાર્ટી ને તોડી ના નાખે એ માટે ધારાસભ્યો ને હૈદરાબાદ ખાતે રવાના કરવામાં આવ્યાં છે.

ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી કરવામાં આવી છે. ચંપાઈ સોરેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય કોંગ્રેસના ક્વોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવી સરકારે 10 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે હૈદરાબાદ ખસેડવામાં આવયા છે. આ ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચી ગયા હતાં. અને હૈદરાબાદ જવા રવાના થયા હતા.

જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનને શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હેમંત સોરેને EDની ધરપકડને પડકારતી અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનને હાઈકોર્ટમાં જવા કહ્યું છે.

રાજ્યપાલે ચંપાઈને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. રાજ્યપાલના આમંત્રણ પહેલા જ ચંપાઈ સોરેન તેમને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ચંપાઈ સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે 47 ધારાસભ્યોનું સમર્થન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here