નર્મદા જીલ્લામા સંભવિત વાવાઝોડું, ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોચી વળવા સાબદુ બનતું વહિવટીતંત્ર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે સાઇક્લોન અને જિલ્લા ચોમાસુ- ૨૦૨૦ પ્રિ-મોન્સૂન અંતર્ગત બેઠક યોજાઇ

નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ આજે રાજપીપલા કલેકટરાય ખાતે યોજાયેલી ઉકત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં નર્મદા જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુ અને સાઇક્લોન દરમિયાન સંભવિત વાવાઝેાડુ, ભારે વરસાદ કે ઉભી થનારી પરિસ્થિતિ સામે અગમચેતીનાં પગલાંરૂપે રાખવાની થતી તમામ પ્રકારની સાવચેતી અને તકેદારી સાથે રાહત બચાવની સઘન કામગીરી માટે જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી જિલ્લા વહીવડીતંત્રને સાબદું કર્યુ છે.

જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ ડિઝાસ્ટર સમયે ટીમવર્ક સાથેના પ્લાનીંગ ઉપરાંત રસ્તાઓ બંધ ન થાય, ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં વીજળી જાય તો સમયસર તેનું કામ પૂર્ણે કરવા અને સંભવિત પરિસ્થિતિ ઉભી થયેથી એડવાન્સમાં જિલ્લા-તાલુકાતંત્રની વ્યકિત/ટીમ જે તે સ્થળે પહોંચી જાય તો તેની સાથે જરૂર પડયે સ્થળાંતર સહિત જે તે પરિસ્થિતિનું સતત મોનીટરીંગ રાખવા અનુરોધ કર્યો હતો. વધુમાં ડિઝાસ્ટર બાદ ખેતીના પાકો કે અન્ય નુકશાનની વિગતોનો સમયસર શકય તેટલો વહેલો સર્વે હાથ ધરવા તેમજ જે શહેરી વિસ્તાર કે ગામો નીચાણવાળા વિસ્તારમાં છે તેવા ગામોમાં પાણી આવે તો અનાજના ગોડાઉનની વ્યવસ્થા કરવા તેમજ લોકો માટેના આશ્રય સ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝેશનની સુવિધા ઉભી કરવાની સૂચના પણ આપી હતી. આરોગ્યની ટીમ દ્વારા સમયસર ક્લોરીનેશન કરવાની તાકીદ કરી હતી. ડિઝાસ્ટર સંદર્ભે કરાવાની થતી કાર્યવાહી અંગે વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું .

આ બેઠકમાં જિલ્લાના ફોરેસ્ટ, અન્ન અને નાગરિક પુરવઠા, પંચાયત, સિંચાઇ, માર્ગ અને મકાન, ડી.જી.વી.એલ, નગરપાલિકા, મત્સ્યોદ્યોગ, પોલીસ, કૃષિ-પશુપાલન, સ્વૈચ્છિક સંસ્થાઓ અને માધ્યમો દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતુ.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, વન સંરક્ષકશ્રી નિરજકુમાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ.મકવાણા, નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, શ્રી દિપક બારીયા, ડિઝાસ્ટર મામલતદારશ્રી અને D.P.O. શ્રી બંટીશ પરમાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here