ઝગડીયા : સિંગચી ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ દ્વારા માસ્ક,સેનિટાઈઝર અને જરૂરીયાતમંદોને જીવન જરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરાયુ…

ઝગડીયા,

પ્રતિનિધિ :- કલીમ મલેક (ભાલોદ)

જીવન જરૂરીયાતની ચીજવસ્તુ તેમજ ૯ હજારથી વધુ માસ્ક અને ૨૦૦ લીટર સેનેટરાઈઝરનું વિતરણ કરાયું

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સહીત ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેના કારણે સરકારે લોક ડાઉનનો સમયગાળો વધારી ત્રીજા ચરણનું લોકડાઉન અમલમાં લાવી દીધું છે. આ લોકડાઉનના વધતા સમયકાળના કારણે રોજ મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે જેને ધ્યાનમાં લઇ માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્રમાં વિશ્વાસ ધરાવનાર ઝઘડીયાની સિગચી ઈન્ડસ્ટ્રીયલ લીમીટેડ કંપની દ્વારા વિવિધ ગામોમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાત સામગ્રીઓ તેમજ માસ્ક અને સેનેટરાઈઝરનું પણ વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી હતી.


અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ ચીનમાંથી ઉત્પન્ન થયેલ માનવભક્ષી કોરોના વાયરસે આજે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે ભારત સહીત ગુજરાતમાં પણ ઉગતા-આથમતા સુરજની સાથે કોરોના સંક્રમીતોના એટલે કે કોરોના પોઝિટીવના કેસો વધી રહ્યા છે અને કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા લોકડાઉન એક માત્ર વિકલ્પ છે માટે હાલ સમસ્ત દેશમાં લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરાવાઈ રહી છે, પરંતુ આ લોકડાઉનમાં રોજ લાવી રોજ ખાનારાઓના હાલ બે હાલ બની ગયા છે માટે ભરૂચ શહેર સહીત જીલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રર્હી છે. જેને અનુરૂપ ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકની સિંગચી ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ઝઘડીયાની નજીકના આસપાસના ગામોમાં જરૂરિયાતમંદ લોકોને વિવિધ જીવન જરૂરિયાત સામગ્રીની કીટો તેમજ કોરોનાથી રક્ષણ મેળવવા ૯ હજારથી વધુ માસ્ક તેમજ ૨૦૦ લીટર સેનેટરાઈઝર વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભરૂચ ટોલનાકા ખાતે કોરોના વોરીયસ પોલીસ વિભાગને સેનિટાઈઝરની ૨૦ કીટો આપવામા આવી હતી. જેને જોઇને સમગ્ર પંથકમાં ઝઘડીયામાં આવેલ સિંગચી ઇન્ડસ્ટ્રીયલ લી. કંપનીની ચર્ચાઓ થવા લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here