જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પો.સ.ઇ. બી.એમ.રાઠોડ નાઓને ચોક્કસ બાતમી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના કામના નાસ્તો ફરતો આરોપી પ્રવિણસિંહ મંગળસિંહ ચૌહાણ રહે.જોડકા તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલ હાલ ભાદરોલી ખુર્દ તાલુકા કાલોલ ખાતે હોવાની ચોક્કસ બાતમી અનુસાર પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફના માણસોએ તપાસમાં મોકલી આપતા ઉપરોક્ત આરોપી મળી આવતા તેને હસ્તક કરી આગળની વધુ તપાસ માટે ગોધરા ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here