કાલોલમાં ગોવર્ધનનાથજી હવેલી ખાતે શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો પાટોત્સવ વૈશાખ સુદ પૂનમના રોજે વિવિધ મનોરથ દ્વારા ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલમાં ગોવર્ધનનાથજી હવેલી ખાતે શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ નો પાટોત્સવ વૈશાખ સુદ પૂનમ ને શુક્રવાર નાં રોજ તા. ૦૫/૦૫/૨૦૨૩ એ વિવિધ મનોરથ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ સવારે મંગલા દર્શન, શ્રૃંગાર દર્શન, ફૂલ નાં મનોરથ નાં પલના તથા નંદ મહોત્સવ નાં દર્શન ત્યાર બાદ રાજભોગ માં શ્રી ઠાકોરજી ને તિલક આરતી નાં દર્શન નો લાભ કાલોલ વૈષ્ણવ સમાજ એ લીધો હતો. આ પાટોત્સવ નિમિત્તે સવારે પૂ. પા.ગો. ૧૦૮ શ્રી અભિષેક લાલજી મહારાજ શ્રી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા પણ આપવામાં આવી હતી.અને સાંજે શયન માં કમલતલાઈ માં કમલકુંજ નાં દર્શન નો અલૌકિક મનોરથ રાખવામાં આવ્યો હતો.આ અલૌકિક મનોરથ નાં દર્શન કાલોલ ના સમસ્ત વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવો ખૂબ જ મોટી સંખ્યા માં લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી. આ પાટોત્સવ કાલોલ ગોવર્ધનનાથજી હવેલી નાં ગાદીપતિ પૂ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી (મથુરા – કાલોલ – રાજકોટ) નાં સાનિધ્ય માં યોજવામાં આવ્યો હતો.
આ અલૌકિક મનોરથ ને સફળ બનાવવા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારીજી,શ્રી ગોવર્ધનનાથજી હવેલી કાલોલ ના કિર્તન કારો એવમ મંદિર મંડળના સર્વે યુવા કાયૅકતાઓ એ જહેમત ઊઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here