આગામી ૨૨ માર્ચથી ચૈત્રિ નવરાત્રીના તહેવારને અનુલક્ષીને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધુ ૬૦ બસોનું આયોજન કરાયું

હાલોલ, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

સમગ્ર સુસારું આયોજન માટે એસ.ટી વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી કલોક ફરજો સોપવામાં આવી

આગામી દિવસોમાં ચૈત્રિ નવરાત્રીના તહેવાર દરમ્યાન માતાજીના દર્શન કરવા પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી.વિભાગ ગોધરા દ્વારા તા.૨૨/૦૩/૨૦૨૩ થી તા.૦૬/૦૪/૨૦૨૩ સુધી વધારાની ૬૦ બસો ફાળવવામાં આવી છે.

જેના સુસારું આયોજન માટે એસ.ટી વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી કલોક ફરજો સોપવામાં આવેલ છે. તથા સ્થળ ઉપર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બસમાં બેસવા માટે લાઈન દોરી સહીતની વ્યવસ્થા બાબતે મુસાફરોને કોઈ પણ જાતની મુશ્કેલી થવા ન પામે તે માટે વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજર રહી મોનીટરીંગ કરવામાં આવે છે. જે સુંદર સુસારુ વ્યવસ્થાનો લાભ લેવા માટે સમગ્ર ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા વિભાગીય નિયામક, એસ.ટી, ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here