પંચમહાલ : જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે સાલીઆ પ્રાથમિક શાળા,મોરવા હડફ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ:ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની..

કલેકટરશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા

બાલવાટિકામાં ૨૭ અને ધોરણ-૧માં ૦૬ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો

આજ રોજ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે.આ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં ૧૫૨ રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી,બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જિલ્લાના મોરવા હડફ તાલુકાની સાલીઆ પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં ૨૭ અને ધોરણ ૧માં ૦૬ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.કલેકટરશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી.
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કલેકટરશ્રીએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે,નાના ભૂલાકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરુઆત ઘર અને આંગણવાડીથી કરાય છે ત્યારે આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ. દરેક બાળકમાં ક્ષમતા રહેલી હોય છે તેને યોગ્ય વાતવરણ મળી રહે તો આવતીકાલ તેના અને સમાજ માટે સોનેરી બને છે.શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દરેક બાળક પ્રગતિના પંથ સર કરે તેવી શુભેચ્છાઓ જિલ્લા કલેકટરે બાળકોને પાઠવી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ શાળાના વર્ગખંડોનું નિરીક્ષણ કર્યું હતું.વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તથા એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજીને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફીસરશ્રી રમીલાબેન ચૌધરી,ગામના સરપંચશ્રી,એસ.એમ.સી સમિતિના સભ્યશ્રીઓ સહિત ગ્રામ્ય લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here