કાલોલ : લઘુમતી વિસ્તારમાં નગર પાલિકાની લાપરવાહીના પાપે વેરો ભરતી જનતા ડેન્ગ્યુ,ટાઈફોડ સહિત મલેરિયા જેવા રોગોના હવાલે….

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

તંત્રની બેદરકારીના કારણે સાફ સફાઈનો અભાવ… ડેન્ગ્યુ, ટાઈફોડ, સહિતના મેલેરિયા જેવા જાનલેવા રોગોના કેસ વધી રહ્યા હોવાની લોકબૂમ…

કાલોલ નગર લઘુમતી વિસ્તારમાં વરસાદ બાદ અનેક સ્થળોએ ગંદકી ગંદા કચરાના સફાઈની યોગ્ય વ્યવસ્થા નાહોવાના કારણે માખી, મચ્છર, જીવ, જંતુઓનો ત્રાસ અહીની પ્રજા વેઠી રહી છે ભરાયેલા પાણીથી મચ્છરો અને ગંદકીના કારણે ડેન્ગ્યુ અને વાયરલ ફીવરની બીમારીએ માથું ઉચક્યુ છે. લઘુમતી વિસ્તારમાં કેટલાય વિસ્તારોમાં સાફ-સફાઈના અભાવના કારણે લોકોમાં ઝાડા -ઉલ્ટી, ટાઈફોડ ,ડેન્ગ્યુ સહિતના કેસોની લોકબૂમ ઉઠવા પામી છે. સતત વાદળછાયા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે નગરજનોને ભેજવાળા વાતાવરણને લીધે વાઈરલ ઇન્ફેક્શન વરસાદી પાણીમાં પેદા થતા મચ્છરોના કારણે ડેન્ગ્યુનાં પોઝિટિવ કેસો વધી રહ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ મ્યુનિસપિલ તંત્રના સફાઈના નિષ્ફળ પ્રયાસોના કારણે રોગચાળો વકરી રહ્યો છે, સરકારી, ખાનગી હોસ્પિટલો દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં જ ઝેરી મેલેરિયાનાં અને હાડકાતોડ તાવ તરીકે કુખ્યાત ‘ડેન્ગ્યુ’ના આશરે 5 થી 7  કેસો ખાનગી-સરકારી હોસ્પિટલોમાં નોંધાયા છે.
શહેરમાં વરસાદ પડ્યા બાદ વિવિધ વિસ્તારોમાં ભરાતાં વરસાદી પાણીનાં ખાબોચિયામાં મચ્છરો પેદા થાય છે. આ મચ્છરોના કારણે કાલોલ શહેરમાં ડેન્ગ્યુના 5 થી 7 પોઝિટિવ,કેસ નોંધાયા ની લોક બૂમો ઉઠવા પામી છે.
નેતાઓ અને અધિકારીઓ એ.સી. રૂમમાં, નાગરિકો ગંદકીમાં દોઝખ ભરી જિંદગી તેમજ બાળકો, વૃદ્ધો અને સગભૉઓને સૌથી વધુ અસર ખાસ કરીને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં નાના બાળકો અને સગભૉ મહિલાઓ તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીથી પીડાતા વૃદ્ધો ઝડપથી ડેન્ગ્યુ અને મેલેરિયાની લપેટમાં આવી જતાં હોય છે. ઉલ્લેખનીય છે કે વિશેષ તકેદારી રાખવા માટે ડેન્ગ્યુના ફેલાવવાની અટકાવવા માટે પ્રાથમિક ઉપાય તરીકે ફોગીંગ મશીન દ્વારા કરવામાં આવતો ધુમાડો એક વધારાના પગલાં તરીકે ગણી શકાય તેમ છે ફોગીંગમાં એવી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી પુખ્ત મચ્છર તુરંત નાશ પામે તેમ છે તે પણ આ વિસ્તારની સગવડતા માટે કે અહીના લોકની મુશ્કેલી દૂર કરવામાં મ્યુનિસપિલ તંત્ર રસ દાખવવામાં ઉદાસીનતા સેવી રહ્યો છે. આવા અંધેર વહીવટને કારણે અહીના લોકો ત્રસ્ત બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here