ગોધરા ખાતે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષપદે દિશા મોનિટરીંગ સમિતિની યોજાયેલી બેઠક

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોની સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરાઈ

જિલ્લા માટે વિકાસની ઉંચાઇના નવા શિખરો સર કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂકતા સાંસદશ્રી

પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક સેવા સદન, ગોધરા ખાતે યોજાઇ હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ, મોરવા હડફના ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે. તબિયાર સહિતના વરિષ્ઠ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મેરેથોન બેઠકને સંબોધતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે, ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન-સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવાના છે. સાંસદશ્રીએ દિશા મોનીટરીંગ સમિતિના ઉપલક્ષમાં જિલ્લામાં રેલવે, બીએસએનએલ-નેટ કનેક્ટિવિટી, વીજપુરવઠો, માર્ગો-જાહેર બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, કૃષિ–સિંચાઇ, પશુપાલન, જળસંચય, આદિજાતિ કલ્યાણ, માર્ગ અને મકાન, ઉદ્યોગ- રોજગાર, કૌશલ્યવર્ધન, બેન્કિંગ ધિરાણ, સહકાર, માર્ગ પરિવહન, ડીઆરડીએ અંતર્ગત ચાલતી યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા, આરોગ્ય, આઇસીડીએસ, વોટર શેડ, પાણી પુરવઠા, કૃષિ-બાગાયત, સિંચાઇ, સમાજ સુરક્ષા, રોજગાર અને તાલીમ, રમત-ગમત, ખાણ-ખનીજ, એસ.ટી, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, આરટીઓ, નગરપાલીકા દ્વારા હાથ ધરાયેલ વિકાસકાર્યો, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, સહિતની યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. ડેરોલ સ્ટેશને પુલની કામગીરી વહેલીતકે પૂર્ણ કરવા તેમજ રેલવે સ્ટેશનો પર આવશ્યક સુવિધાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા અંગે, ઘોઘંબા-જાંબુઘોડા અને મોરવા સહિતના જી-સ્વાન કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં વહેલી તકે સમસ્યા હલ કરવા અંગે, ગોધરા-અમદાવાદ નેશનલ હાઈવેના તૂટેલા હિસ્સાનું ઝડપથી જરૂરી સમારકામ કરવા, કલ્યાણકારી યોજનાઓ હેઠળ વધુને વધુ લાભાર્થીઓને આવરી લેવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ ધારાસભ્યોશ્રી દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી જરૂરી પગલાઓ લેવા અધ્યક્ષસ્થાનેથી સૂચના અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here