છોટાઉદેપુર : મહોરમનો પવિત્ર તહેવાર ઉલ્લાસ અને સૌહાર્દ પુર્ણ વાતવરણમાં સંપન્ન થાય તે માટે નાયબ પોલિસ અધિક્ષકની ઉપસ્થિતિમાં શાંતી સમિતિની બેઠક યોજાઇ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આવનારાં મહોરમ ના તહેવાર માં મુસ્લિમ બિરાદરો દ્વારા છોટાઉદેપુર નગર માં વિવિધ વિસ્તારોમાં 250 જેટલાં કલાત્મક તાજીયા ની સ્થાપના કરવામાં આવી છે. મુસ્લિમ સમાજ દ્વારા ભારે ભક્તિભાવ થી આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે. સમાજ દ્વારા તા.29-7-2023 ના રોજ તાજીયા વિસર્જન કરવાના હોય. શાંતી પુર્ણ અને સૌહાર્દ પુર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે છોટા ઉદેપુર પોલિસ સ્ટેશન ખાતે નાયબ પોલિસ અધિક્ષક કે. એચ. સૂર્યવંશી ની અધ્યક્ષતા માં તાજીયા કમિટી ના આગેવાનો તેમજ હિંદુ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. તાજીયા કમિટી ના કાર્યકર્તા ઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને આવનાર તહેવાર ઉલ્લાસ અને ઉમંગ થી સંપન્ન થાય તેમાટે તમામ આગેવાનો એકમત થઇ સુર પુરાવ્યો હતો. આ બેઠકમાં નાયબ પોલિસ અધિક્ષક સહીત પીઆઇ વી. એમ. કામલીયા તેમજ ચીફ ઓફિસર ભાવેશભાઈ બરજોડ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here