કાલોલ મામલતદાર કચેરીનાં ગેટમાં વરસાદી પાણીનાં નિકાલનો અભાવ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકા મામલતદાર કચેરીનાં ગેટમાં વરસાદી પાણીના નિકાલની અવ્યવસ્થાનાં કારણે ગેટ પાસે જ પાણીની તળાવ જેવા દ્રશ્યો સર્જાતા હોય છે. કાલોલ મામલતદાર કચેરી પાસે દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના પડતાં વરસાદી પાણીનો નિકાલ માટેની આ વ્યવસ્થા ઉપસ્થિત થતી હોય છે. જેના કારણે કાલોલ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં થી મામલતદાર કચેરી ખાતે આવતા અરજદારોને પાણીમાંથી પસાર થતા મુશ્કેલી સર્જાતી હોય છે. જોકે કાલોલ મામલતદાર કચેરી ખાતે વૃદ્ધ પેન્શન,જમીનાં દસ્તાવેજ, જાતિ દાખલા, ખેડૂત ખાતેદારોને જમીનની નકલ માટે અનેક લોકો આવતા હોય છે. જેમને મામલતદાર કચેરી ખાતે ગેટ પાસે ભરાયેલ વરસાદી પાણીમાંથી પસાર થતાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે. જોકે એક ગેટ પાસે પાણી ભરાઈ જતા મામલતદાર કચેરીના ગેટ નંબર બે ને પણ ખુલ્લો મુકવામાં આવે છે. પરંતુ લાંબા સમયથી બંધ પડેલા ગેટને ખુલ્લો મુકતા ગેટનાં રસ્તા પર જ વરસાદના કારણે કિચડજામી ગયેલ હોવાના કારણે અરજદારોને લપસી પડવાનો ડર સતાવી રહ્યો છે. જેથી સ્થાનિક તંત્ર દ્વારા દર વર્ષે ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ગોઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here