પંચમહાલ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ 5,117 કામો શરૂ કરી 19,376 ને રોજગારી અપાઈ

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

લોક ડાઉન દરમિયાન સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવવાનો આશય

લોક ડાઉનના કારણે આર્થિક પ્રવૃતિઓ મંદ પડી છે ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે સુચારૂ આયોજન કરી મનરેગા યોજના અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામો શરૂ કરવા દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના શ્રમિકોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે હેતુસર સુજલામ સુફલામ અને મનરેગા યોજના હેઠળ વિવિધ કામોની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં હાલની સ્થિતિએ સાત તાલુકામાં મનરેગા યોજના હેઠળ કુલ 5,117 કામોની શરૂઆત થતા 19,376 શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. કામોમાં જોડાનાર શ્રમિકોને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ તેમજ તેમના માટે ગરમીને ધ્યાનમાં લઈને પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના દ્વારા હાલ જળસંચય અભિયાન અંતર્ગત ચેકડેમ ડિપનિંગ, માટીપાળા, તળાવ ઉંડા કરવા, સામૂહિક સિંચાઈ કૂવા, રોડ-રસ્તાના કામો, જમીન સમતળના કામો, નિર્માણના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. મનરેગા હેઠળ ગોધરા તાલુકામાં 1446, કાલોલમાં 324, હાલોલમાં 411, જાંબુઘોડામાં 519, ઘોઘંબામાં 777, શહેરમાં 1113 અને મોરવા (હ)માં 527 કામો શરૂ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here