છોટાઉદેપુર નગરમાં “”મેરી મિટ્ટી મેરા દેશ”” અંતર્ગત 3825 ત્રીરંગાનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં આવેલ 7 વોર્ડમાં દરેક વોર્ડમાં “”મેરી મિટ્ટી મેરા દેશ”” હાર ઘર ત્રિરંગા નગરપાલિકા તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યા છે. આવનાર 15 મી ઓગષ્ટ નિમિતે દેશમાં ઘરે ઘરે ત્રિરંગા મળે તે માટે અને દેશનો રાષ્ટ્ર ધ્વજ ઘરે ઘરે ફરકાવવામાં આવે જે અંગે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજરોજ છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા તંત્ર દ્વારા હર ઘર 3825 જેટલા ત્રિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. અને નગરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં આજ સુધી નગરપાલિકા દ્વારા 3825 ત્રિરંગા વિતરણ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ ઉપરથી વધુ આવશે તો વધુ વિતરણ કરવામાં આવશે તેમ નગપાલિકા ચીફ ઓફિસર ભવિનભાઈ બરજોડે જણાવ્યું હતું. જ્યારે આવતીકાલે તા 14 ઓગસ્ટના રોજ ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે ત્રિરંગા યાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરશે
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં ઠેર ઠેર જગ્યાએ આવનારો 15 મી ઓગસ્ટનો રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ઠેર ઠેર જગ્યાએ નાગરિકો રાષ્ટ્રીય પર્વની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. ધામધૂમ પૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય અને આન બાન અને સાન થી દેશના રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવે અને દેશ માટે શહિદ થનારા વિરોને યાદ કરવામાં આવે અને જે તથા દેશની એકતાનો નો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય તે અંગે અંગે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here