છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં કામગીરી બાબતે રૂપિયા માંગ્યા હોવાનો માજી સરપંચનો કર્મચારી ઉપર આક્ષેપ વિડિઓ થયો વાયરલ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં અટકેલા કામો કરાવવા નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ રંગપુર મોટી સઢલીના માજી સરપંચ ઉમેશભાઈ રાઠવાએ વાયરલ વિડીઓમાં કર્યો છે. જ્યારે વિડીઓમાં માજી સરપંચ ઉમેશભાઈ પાસે કર્મચારીએ રૂપિયા માંગ્યા હોય તે અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કર્ણાચારી જણાવી રહ્યા છે કે હુએ રૂપિયા માંગ્યા નથી. કામગીરી અટકતા માજી સરપંચ રોષે ભરાયા હતા. જ્યારે સમગ્ર તાલુકા પંચાયતમાં ખળભળાટ મચી ગયો હતો. કાઈ કામગીરી બાબતે રૂપિયા મંગયા છે એ વાત હજુ બહાર આવી નથી. જ્યારે માજી સરપંચ ઉમેશભાઈ અને કર્મચારીનો સંપર્ક થતા થઈ શક્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં લેતી દેતી ના વહીવટ નો મામલો સામે આજરોજ બપોરના સમયે તાલુકા પંચાયત કચેરી ખાતે બબાલ નો વિડીયો વાયરલ થયો હતો આદિવાસી આગેવાન અને રંગપુર મોટી સાઢલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ઉમેશભાઈ રાઠવા તાલુકા પંચાયત કર્મચારી પર રોસે ભરાયા હતા અને શાબ્દિક બોલાચાલી થઈ હતી જેને જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે બોલાચાલી ઉગ્ર બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાત માહિતી અનુસાર ઝપાઝપી માં તાલુકા વિકાસ અધિકારીને ચેમ્બરનો કાચ તૂટી ગયો હતો જ્યારે ઉમેશ રાઠવાના હાથમાં પણ ઈજાઓ થઈ હોવાનું જણાઈ રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાની કચેરીઓમાં એક પછી એક કૌભાંડોના અને લેતી દેતી ના આક્ષેપો થઈ રહ્યા છે તે ભારે શરમજનક બાબત છે.
છોટાઉદેપુર પંથકમાં ઘણા વિકાસના કામો અટકી રહ્યા હોય તેવી ગ્રામીણ વિસ્તારની પ્રજા વારંવાર રજૂઆતો કરી રહી છે કામગીરીને વેગ મળતો નથી સરકાર આદિવાસીઓના વિકાસ અર્થે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ જોઈએ તે સમયે કામગીરી થતી ન હોય તેવી પ્રજામાં ફરિયાદો ઉઠી છે હાલ થયેલ વીડિયો વાયરલમાં તાલુકા પંચાયત ખાતે જે બબાલ થઈ તેમાં કોઈ ચોક્કસ કારણ માજી સરપંચ ને પૂછતા કહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી આવનારા દિવસોમાં વધુ શું બહાર આવે છે એ જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here