છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ટીબી સંક્રમણની કડી તોડવાના હેતુસર એકટીવ કેસ ફાઇડીંગ સર્વે હાથ ધરાયો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

વર્ષ ૨૦૨૫ પહેલાં ટીબી રોગ નાબૂદી માટે દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલ આહવાન તથા ટીબી જન આંદોલન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરી ની સુચના તથા જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ કવાંટ તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં થી એક એક ગામ કે જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ કે તેથી વધુ ટીબી રોગ ના વધુ દર્દીઓ મળી આવ્યા હોય તેવા ગામોની ઓળખ કરી ખાસ સર્વે કરવામાં આવ્યો હતો, ટીબી રોગ ના દર્દીઓ ને વહેલી તકે શોધી કાઢી હતી વહેલી તકે સારવાર આપી સંપૂર્ણ રોગ મૂક્ત કરી તંદુરસ્ત સમાજ ના નિર્માણ માટે એકટીવ કેસ ફાઇડીંગ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો આશિષ બારીયા એ સઘન મોનિટરીંગ કરીને સુચારુ રીતે સર્વેક્ષણ થાય તેવી આશા, આરોગ્ય કર્મચારીઓ ની ટીમ બનાવી હતી.
જે ગામોમાં ટીમો સર્વેક્ષણ માટે ઉતારવામાં આવી હતી તેઓનું સુપરવિઝન તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફીકભાઈ સોની તથા અરવિંદભાઈ રાઠવા દ્વારા કરવા માં આવ્યું હતું તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here